કોંગ્રેસ પાર્ટીને ‘અલવિદા’ કહેવા અંગે શું કહ્યું અલ્પેશના સાથી ધવલસિંહ ઝાલાએ...જુઓ
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બહુચરાજીના ધારાસભ્ય ભરતસિંહ ઠાકોર પણ અલ્પેશ ઠાકોરને પગલે કોંગ્રેસ છોડી રહ્યાના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે ધવલસિંહ ઝાલાએ મીડિયા સામે આવીને કહ્યું કે...
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :અલ્પેશ ઠાકોરના કોંગ્રેસ છોડવાના અને ભાજપના જોડાવાની વાતથી રાજકારણ ગરમાયું છે. વારંવાર કોંગ્રેસ છોડવાની ધમકી આપતા અલ્પેશ ઠાકોર આખરે કોંગ્રેસ છોડશે કે નહિ તે મામલે મતમતાંતર સર્જાયું છે. ત્યારે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બહુચરાજીના ધારાસભ્ય ભરતસિંહ ઠાકોર પણ અલ્પેશ ઠાકોરને પગલે કોંગ્રેસ છોડી રહ્યાના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે ધવલસિંહ ઝાલાએ મીડિયા સામે આવીને કહ્યું કે, અલ્પેશજી અમારા પ્રમુખ છે તેમની સાથે ચર્ચા કરીને નિર્ણય કરીશું. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અલ્પેશ ઠાકોરનો નિર્ણયને શિરોમાન્ય રાખીને કહ્યું કે, સમાજ કહેશે તો ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીશું. સાંજે કોર કમિટીની બેઠકમાં અંતિમ નિર્ણય લઈશું.
કોંગ્રેસના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, કોર કમિટીએ આપેલું સૂચન અમારા માટે ચિંતાનો વિષય છે. કોંગ્રેસે ઠાકોર સમાજની સતત અવગણના કરી રહી છે. ચૂંટણીથી સમાજ નથી ચાલતો. લાખ લોકો કોંગ્રેસ સાથે જોડાયુ, વારંવાર અપમાન થાય છે તેવું કોર કમિટીનું કહેવું છે. અમારા માટે સમાજ મહત્વનો છે. સમાજ કહેશે તો રાજીનામુ આપીશ, મતદારોનો વિશ્વાસ નહીં તૂટવા દઉ. કોર કમિટીનો નિર્ણય શિરોમાન્ય રહેશે, અલ્પેશ પોતે નિર્ણય નહિ લે. અલ્પેશ, ભરતજી અને હું પોતે બેસીને નિર્ણય લઈશું. હાલ હું કોંગ્રેસમાં છું, નારાજગી હોઈ શકે છે. મેં પાર્ટી પ્રમુખને મારી ફરિયાદ કરી છે. તેમણે કહ્યું છે કે વિચારીશું.
પ્રેસ કોન્ફરન્સમાં ધવલસિંહે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે, ઠાકોર સેના કોઈ તુચ્છ વાત કરતી હોય તેવો વ્યવહાર થયો છે. નહિ ફાવે તો રાજકારણ પણ નહીં કરું. મતદારો સમાજના નથી હોતા. મતદારોના હિતમાં નિર્ણય લઈશું. હાલ અલ્પેશભાઈ ગુજરાત બહાર છે, સાંજે 6 થી 7 વાગ્યા સુધી આવશે. કાર્યકારોનું અપમાન પહેલી વાત છે. સમાજના આગેવાનોએ કોંગ્રેસને મજબૂત કરી છે. અમે સંઘર્ષના માર્ગે છીએ. અમે સાંજે નિર્ણય ચર્ચા કર્યા બાદ કાલે જાહેર કરીશું. વાત અમારા મનાઈ લેવાની નથી, પણ વાત સમાજની છે. હાલ તો ધારાસભ્ય પદેથી રાજીનામુ નહીં આપીએ, કેમકે પ્રજાએ અમને મત આપ્યો છે. તેમને પૂછ્યા વગર કોઈ નિર્ણય નહીં લઈએ. અમારા ત્રણેયનો નિર્ણય એક જ રહેશે.
જોકે, આ સમગ્ર પ્રેસ કોન્ફરન્સમાં ધવલસિંહ ઝાલાએ ભાજપમાં જોડાવાની વાત અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.
અલ્પેશના કોંગ્રેસ છોડવા અંગે હાર્દિકે શું કહ્યું...
અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડવા જઈ રહ્યા છે તેવી વાતો ચાલી રહી છે. ત્યારે આ અંગે હાર્દિક પટેલે નિવેદન આપ્યુ કે, અલ્પેશ કોંગ્રેસ છોડશે તેવી કોઈ વાત જ નથી. અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ દ્વારા સમજાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. સાથે જ અલ્પેશ ઠાકોર સાથે પોતે મુલાકાત કરશે તેવી વાત પણ હાર્દિક પટેલે જણાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે