નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારી વિરૂદ્ધ ચાલી રહેલી લડાઇમાં ઘણી સંસ્થાઓએ પોતાનું યોગદાન આપ્યું છે. ફિલ્મ જગત, રમત જગત અને ઉદ્યોગ જગતની ઘણી હસ્તીઓએ કોરોના વિરૂદ્ધ મહાજંગમાં મહાદાન આપ્યું છે. પીએમ મોદીની માતા હીરાબા પણ મદદ કરવા માટે આગળ આવ્યા છે. તેમણે પીએમ કેયર્સ ફંડમાં 25 હજાર રૂપિયાનું યોગદાન આપ્યું છે. આ પહેલાં પીએમએ 22 માર્ચના રોજ જ્યારે જનતા કર્ફ્યૂની જાહેરાત કરી હતી તો તે દિવસે હીરાબાએ પણ થાળી વગાડીને દેશની સાથે એકજુટતા જોવા મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ (Coronavirus) નો સામનો કરવા માટે ગત 28 માર્ચના રોજ લોકો પાસે મદદની અપીલ કરી હતી. પીએમ મોદીએ લોકોને 'પીએમ કેયર્સ ફંડ' (PM-CARES Fund)માં મદદ કરવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ પીએમ કેયર્સ ફંડનું એકાઉન્ટ નંબર પણ જાહેર કર્યો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર