Shree Ram Ghar Aaye : અયોધ્યાના રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઘડી હવે નજીક આવી રહી છે. ત્યારે હવે દેશના ખૂણે ખૂણેથી લોકો પોતાનું યોગદાન આપી રહ્યાં છે. ત્યારે પીએમ મોદીએ ગુજરાતની લોકગાયિકા ગીતા રબારીના રામભકિત ગીતને સોશિયલ મીડિયામા શેર કર્યુ છે. લોકગાયિકા ગીતા રબારીનું ‘શ્રીરામ ઘર આયેંગે’ ગીત પીએમ મોદીએ શેર કર્યુ છે. સાથે જ પ્રધાનમંત્રીએ તેમના આ ગીતના વખાણ પણ કર્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વીટમાં કર્યાં વખાણ 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગાયિકા ગીતા રબારીના ભગવાન રામ અને અયોધ્યા પર આધારિત તેમના ભજન 'શ્રી રામ ઘર આયે' માટે પ્રશંસા કરી. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, અયોધ્યામાં ભગવાન શ્રી રામના દિવ્ય ભવ્ય મંદિરમાં રામ લલ્લાના આગમનની પ્રતીક્ષાનો અંત આવવાનો છે. સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યો રામ લલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અયોધ્યામાં. ગીતાબેન રબારીજીનું સ્વાગત કરવા માટેનું આ ભજન ખૂબ જ ભાવુક છે.



 


ગુજરાતના 31 જિલ્લામાં ફરે છે દીપડા : દીપડાઓને રોકવા સરકારે તૈયાર કર્યો એક્શન પ્લાન