Vadodara BJP Candidate : લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે, પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં છે. જેના કારણે ભાજપમાં ઉત્સાહનો માહોલ છે. ભાજપ માટે ઐતિહાસિક વડોદરા બેઠક પર ભાજપે ઉમેદવાર બદલવાની ફરજ પડી. પહેલાં રંજન ભટ્ટ અને બાદમાં હેમાંગ જોશીને ટિકિટ આપવામાં આવી. ભાજપનો ગઢ કહેવાતી આ બેઠકના ઉમેદવારને ખુદ પ્રધાનમંત્રીએ પત્ર લખીને હેમાંગ જોશીના કાર્યોના વખાણ કર્યા છે. પત્રમાં પ્રધાનમંત્રીએ એવું તો શું લખ્યું કે જેના કારણે હેમાંગ જોશી ગદગદીત થઈ ગયા છે?...જુઓ આ અહેવાલમાં....


  • પ્રધાનમંત્રી મોદીએ સંભાળી ગુજરાતની કમાન

  • PM આવ્યા અને વિવાદો પર લાગ્યું પૂર્ણવિરામ!

  • ગુજરાતની તમામ બેઠકો જીતવાનો ભાજપને વિશ્વાસ

  • વડોદરામાં ઐતિહાસિક જીતનો ખુદ PMને વિશ્વાસ

  • વડોદરાના ઉમેદવારને પ્રધાનમંત્રીએ લખ્યો પત્ર 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવા ઉમેદવાર જોશીના સામાજિક કાર્યોની પ્રશંસા કરી
ગુજરાતમાં આવતાની સાથે જ પ્રધાનમંત્રી મોદીએ કમાન સંભાળી લીધી છે. ગુજરાતની તમામ બેઠકો રેકોર્ડબ્રેડ મતોથી જીતવા માટે પ્રધાનમંત્રીએ નેતૃત્વ લઈ લીધું છે. ઉમેદવારો અને કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે પ્રધાનમંત્રીએ બાજી સંભાળી લીધી છે. વડોદરાથી ભાજપના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશીને પ્રધાનમંત્રીએ પત્ર લખી તેમના કામના વખાણ કર્યા. યુવા ઉમેદવાર જોશીના સામાજિક કાર્યોની PMએ ભરપુર પ્રશંસા કરી સાથે જ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડોદરાના મતદારો ભરપુર આશીર્વાદ આપશે. 


કોંગ્રેસનો જુગાડ! ગુજરાતમાં પિતાની જેમ દીકરી કરી શકશે ચમત્કાર કે ભાજપ પરંપરા તોડશે


હેમાંગ જોશીએ આભાર માન્યો 
પ્રધાનમંત્રીએ પોતાના પત્રમાં હેમાંગ જોશીની સક્રિય ભૂમિકાની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, નાની ઉંમરમાં તમે શ્રમ-રોજગારમાં સલાહકાર સભ્યની ભૂમિકા નિભાવી છે, યુવા રાજનીતિને નવી દિશા આપવામાં તમારુ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તમારો ડોકટર-સાંસદ રૂપે તમારી વિશેષતા અને અનુભવ જનતા માટે મહત્વપૂર્ણ રહેશે. પ્રધાનમંત્રીના આ પત્રથી હેમાંગ જોશી ગદગદ થઈ ગયા છે અને તેમણે નતમસ્તક થઈને પ્રધાનમંત્રીનો આભાર માન્યો છે. 


દુનિયાભરમાં આ વસ્તુઓ માટે ફેમસ છે આપણું ગુજરાત, લોકો કરે છે આપણી નકલ


રંજન ભટ્ટને હટાવીને પાર્ટીએ ડો.હેમાંગને આપી હતી ટિકિટ
વડોદરાથી ભાજપના ઉમેદવાર એક શૈક્ષિત અને યુવા ચહેરો છે. વડોદરામાં પહેલા ટિકિટ વર્તમાન સાંસદ રંજન ભટ્ટને ફાળવવામાં આવી હતી. પરંતુ વિવાદ થતાં રંજન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડી અને ત્યારપછી હેમાંગ જોશીને ટિકિટ આપવામાં આવી. વડોદરામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. જો કે આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ સહિત કુલ 14 ઉમેદવાર મેદાનમાં છે. વડોદરામાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ બન્ને ઉમેદવાર યુવા અને શિક્ષિત છે. કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ભાજપનો ગઢ કહેવાતી આ બેઠક 2024માં કોના ફાળે જાય છે તે જોવું રહ્યું.


કોંગ્રેસનો જુગાડ! ગુજરાતમાં પિતાની જેમ દીકરી કરી શકશે ચમત્કાર કે ભાજપ પરંપરા તોડશે