દુનિયાભરમાં આ વસ્તુઓ માટે ફેમસ છે આપણું ગુજરાત, લોકો કરે છે આપણી નકલ
Gujarat Day 2024 : આજે ગુજરાત દિવસ છે.. આપણું આ રાજ્ય ખાસ પરંપરાઓ અને સંસ્કૃતિ માટે જાણીતું છે. ગુજરાતીઓ પોતાની ખાણીપીણી, પહેરવેશ, એકતાને કારણે દેશવિદેશમાં ફેમસ છે
Trending Photos
Gujarat foundation Day : ગુજરાત એક રંગબેરંગી રાજ્ય છે. જ્યાં ફરવાથી લઈને ખાણીપીણીમાં જગ્યા જગ્યાએ વિવિધતા જોવા મળશે. એટલુ જ નહિ, અહીંના લોકોના પહેરવેશમાં પણ તમને વિવિધ રંગો અને ડિઝાઈન નજર આવશે. ખુદ પીએમ મોદી અનેકવાર ગુજરાત પહેરવેશ, પાઘડી ધારણ કરેલા જોવા મળે છે. તો આજે ગુજરાત સ્થાપના દિવસ પર ગુજરાતની અનેક એવી બાબતો વિશે જાણીએ જે દુનિયાભરમાં ફેમસ છે અને બાકીનો લોકો પણ તેની કોપી કરે છે.
ગુજરાતમાં ફરવાલાયક સ્થળો
ગુજરાતમાં ફરવા માટે અનેક સ્થળો છે. અહીં મંદિર છે, વન છે, તો રણભૂમિ પણ છે. જ્યાં દર વર્ષે લાખો પ્રવાસીઓ ફરવા આવે છે. જગ્યાના નામ જોઈએ તો
- સોમનાથ મંદિર
- સાતપુડા પર્વત
- દ્વારકાધીશ મંદિર
- સ્ટેચ્યુ ઓફ યુનિટી
- કચ્છનું રણ
- ગીર નેશનલ પાર્ક
ગુજરાતની ખાસ ખાણીપીણી
અરે, ગુજરાતની ખાણીપીણીની તો વાત જ શું કરવાની. અહીંની ખાણીપીણી દુનિયાભરમાં ફેમસ છે. ખાસ કરીને અહીં આથો આવે એવી વસ્તુઓનો ઉપયોગ વધારે થાય છે.
ખમણ, ઢોકળા, હાંડવો, ખાંડવી, દાળ ઢોકળી, ઢેબરા, મેથી મુઠિયા, ગાઠિયા અને ફાફડા જલેબી
ગુજરાતનો પારંપરિક પહેરવેશ
પુરુષો માટે ગુજરાતી પારંપરિક પહેરવેશમાં ધોતી અને કુર્તો છે. જેની સાથે તેઓ ખાસ પ્રકારની પાઘડી પહેરતા હોય છે. અહી ઉત્સવો પર હાથકામથી બનાવેલ કેડિયુ પહેરવામાં આવે છે. તો મહિલાઓ રંગબેરંગી ચણિયાચોળી પહેરે છે. આ ઉપરાંત ગુજરાતના પટોળા તો દુનિયાભરમા પ્રખ્યાત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે