અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં પીએમ મોદીએ ખરીદ્યું ખાદીનું જેકેટ, કરી ડિજિટલ ચૂકવણી
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019માં ભાગ લેવા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે, ગુરૂવારે પ્રથમ દિવસે તેમણે ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો, વાડીલાલ હોસ્પિટલના પ્રાંગણમાં બનેલી સરદાર વલ્લ્ભભાઈ પટેલ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યું હતું અને ત્યાર બાદ રિવરફ્રન્ટ ખાતે દુબઈની શૈલીમાં આયોજિત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો હતો
અમદાવાદઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019માં ભાગ લેવા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે, ગુરૂવારે પ્રથમ દિવસે તેમણે ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો, વાડીલાલ હોસ્પિટલના પ્રાંગણમાં બનેલી સરદાર વલ્લ્ભભાઈ પટેલ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યું હતું અને ત્યાર બાદ રિવરફ્રન્ટ ખાતે દુબઈની શૈલીમાં આયોજિત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો હતો.
'અમદાવાદ શોપિંગ ફેસ્ટિલવ'નો શુભારંભ કરાવ્યા બાદ વડા પ્રધાન મોદીએ અહીં ખરીદી પણ કરી હતી. તેમણે ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના સ્ટોલ પરથી એક જેકેટ ખરીદ્યું હતું. તેમણે આ ખરીદીનું પેમેન્ટ પણ જાતે જ કર્યું હતું. તેમણે રૂપે કાર્ડ દ્વારા ડિજિટલ ચૂકવણી કરી હતી.
પીએમ મોદીએ કરી ખરીદી, જૂઓ વીડિયો...
ગુજરાત અને આફ્રિકન દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનો સેતુ બનશે 'Vibrant Summit-19'
શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યા બાદ નરેન્દ્ર મોદીએ અહીંના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના સ્ટોલ પર રોકાઈ ગયા હતા. એ વાત તો સૌ જાણે છે કે વડા પ્રધાન મોદીને જેકેટનો શોખ છે અને તેમનું 'મોદી જેકેટ' દુનિયાભરમાં ફેમસ થઈ ચૂક્યું છે. તેમણે અહીં સ્ટોલ પર પહોંચીને સામાન્ય ગ્રાહકની જેમ ખરીદી કરી હતી.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019ના 16 પાર્ટનર કન્ટ્રીઝ વિશે જાણો