‘મેરા બુથ સબસે મજબૂત’: ભાજપ મહિલા મોરચામાં પીએમ મોદીએ આપ્યું નવું સૂત્ર
ભાજપ દ્વારા આયોજિત મહિલા મોરચા રાષ્ટ્રીય અધિવેશનનો આજે બીજો અને અંતિમ દિવસ છે. ત્યારે વડાપ્રધાન મોદીએ 2019ની ચૂંટણીને લઇ પ્રચાર શરૂઆત કરતા મેરા બુથ સબસે મજબૂતનું નવું સૂત્ર આપ્યું છે.
અમદાવાદ: ત્રિમંદિર ખાતે ભાજપ દ્વારા આયોજિત મહિલા મોરચા રાષ્ટ્રીય અધિવેશનનો આજે બીજો અને અંતિમ દિવસ છે. ત્યારે વડાપ્રધાન પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે હોઈ તેઓ આ મંચ પરથી દેશની મહિલાઓને સંબોધન કર્યું હતું. ત્યારે સીએમ રૂપાણી અને જીતુ વાઘાણી પણ આ અધિવેશનમાં હાજર રહ્યા હતા. આ અધિવેશમાં હાજરી આપવા માટે દેશના અનેક રાજ્યોમાંથી ભાજપ મહિલા કાર્યકરો આવી પહોંચી છે.
વધુમાં વાંચો: શું માયા કોડનાની ફરી રાજકારણમાં સક્રિય થશે? મહિલા અધિવેશનમાં મંચ પર મળ્યું સ્થાન
ભાજપ મહિલા મોરચા રાષ્ટ્રીય અધિવેશનમાં પીએમ મોદી
- ગાંધીનગરમાં નારીશક્તિનો મહાકુંભ મેળો
- નારી શક્તિને મારા પ્રણામ: PM મોદી
- અધિવેશનમાં 700થી વધુ જિલ્લાની મહિલાઓ પહોંચી
- આજે હું નારી શક્તિનો વિશાળ સાગર જોઇ રહ્યો છું
- આજે આપણું આ સંગઠન નારી શક્તિનો મજબુત આવાજ બન્યો છે: PM
- આમારી સરકારે દરેક રાજ્યોમાં સારા કામ કર્યા છે: PM મોદી
- દેશમાં આજે નારી શક્તિનું મોટું સંગઠન ઉભુ થયું છે
- કોંગ્રેસ અત્યાર સુધી પ્રાથમિક સુવિધાઓ નથી આપી: PM મોદી
- કોંગ્રેસ ખાલી વાયદાઓ જ કરે છે: PM
- દેશના વિકાસમાં મહિલાઓનું મોટું યોગદાન
- સરદાર વલ્લભભાઇ પટેલે મહિલા આરક્ષણના વિષયને લઇ સમગ્ર દેશને દિશા દેખાડવાનું કાર્ય કર્યું હતું.
- મહિલાઓ સારી સંગઠનકર્તા હોય છે: PM
- બેટી બચાવ, બેટી પઢાવો અભિયાન સફળ
- હરિણાયામાં સૌથી વધુ બાળકીઓનો જન્મ થયો
- દેશમાં ધીરે ધીરે બાળકીઓની સંખ્યામાં વધારો થયો
- દેશમાં પ્રથમ વખત મહિલા ફાઇટર પાયલોટ આ સરકારમાં: PM
- નૌસેનામાં પ્રથમ વખત લેડી ઓફિસર વિંગને લીલીઝંડી: PM
- એન્ટી ટ્રાફિકિંગ વિંગ ભારતીય જનતા પાર્ટીની દેન છે
- બળાત્કારના કેસમાં સરકાર કડક કાયદો અમલમાં લાવી
- બળાત્કારના કેસમાં 18 લોકોને ફાંસીની સજા આપી
- બળાત્કારના કેસમાં બે મહિનામાં તપાસ થાય તેવા પ્રયાસ
- અમારો રસ્તો, લક્ષ્ય અને ઇરોદો પણ સાચો છે: PM
- ઉજ્જ્વલા યોજાના અંતર્ગત 6 કરોડ મહિલાઓને ગેસની સુવીધા મળી
- ઘરે ઘરે ગેસ કનેક્શન પહોંચાડવાનું કામ સફળ રહ્યું
- ઉત્તર પ્રદેશે શૌચાલયને ઇજ્જતઘર કહ્યું
- સ્વચ્છ ભારતનું મિશન પણ સફળ રહ્યું
- સ્વચ્છ ભારત અભિયાનથી કચરો સાફ કરવાનું કામ થયું
- કચરાને કંચનમાં બદલવાનું પણ કામ આપણે જ કરીશું
- પાઇપલાઇનથી ઘરે ઘરે ગેસ પહોંચે તેવા પ્રયાસ સરકારનો છે
- વીજળી બીલ, મોબાઇલના બીલ સસ્તા થયા
- 18 કરોડ બેંકના ખાતા ખુલ્યા: PM
- સુકન્યા યોજનામાં 1.5 કરોડ ખાતા ખુલ્યા: PM
- 1.5 કરોડ ખાતાઓમાં 30 કરોડ રૂપિયા જમા થયા
- પોષણક્ષમ આહાર માટે મહિલાઓને સહાય આપી
- ગર્ભવતી મહિલાઓને 6 હજાર રૂપિયાની સહાય
- આયુષ્માન ભારત યોજનાથી પણ અનેક લોકોને લાભ
- ગરીબ લોકો માટે મોટી સર્જરી માટે સરકારે યોજના બાનાવી
- પીએમ મોદીએ નવું સૂત્ર આપ્યું, મેરા બુથ સબસે મજબૂત
ભાજપ દ્વારા આયોજિત મહિલા મોરચા રાષ્ટ્રીય અધિવેશનનો આજે બીજો અને અંતિમ દિવસ છે. ત્યારે વડાપ્રધાન પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે હોઈ તેઓ આ મંચ પરથી દેશની મહિલાઓને સંબોધન કર્યું હતું. આજે તમામ મુદ્દાઓની વચ્ચે માયા કોડનાની રાજકારણમાં સક્રિયતા અંગે મહિલા કાર્યકર્તાઓમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી. જેનું કારણ હતું માયા કોડનાનીને રાષ્ટ્રીય કર્યક્રમમાં અપાયેલું મંચ પરનું સ્થાન. ભાજપ મહિલા મોરચા રાષ્ટ્રીય કારોબારીના બીજા દિવસે રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન તથા નરોડા ગામ કેસમાં આરોપી માયા કોડનાની હાજર રહ્યા હતાં. જેમને ભાજપના રાજ્ય અને કેન્દ્રના પદાધિકારીઓ સાથે મંચ પર સ્થાન આપવામાં આવ્યું હતું. જેને લઈને માયા કોડનાનીની રાજકારણમાં સક્રિયતાને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું હતું.