ગાંધીનગર: લોકસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડની જીત બાદ નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન બનતા પહેલા તેમની માતા હીરાબાના આશીર્વાદ લેવા રવિવારે (28 મે)ના ગુજરાત આવશે. મળતી જાણકારી અનુસાર, 26મી મે ગુજરાત બાદ 27 મેના તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી જશે. દેશને બીજીવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યાં નરેન્દ્ર મોદીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ વાતની જાણખારી આપતી એક ટ્વિટ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: સુરત કરૂણાંતિકા: છેલ્લી ઘડીએ પુત્રીએ પિતાને કર્યો ફોન, જાણો શું કહ્યું...


નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું છે, ‘માતાના આશીર્વાદ લેવા આવતી કાલે (26 મે) સાંજે ગુજરાત આવીશ. ત્યારબાદ બીજા દિવસ સવારે હું કાશી જઇશ અને આ મહાન ભૂમિના લોકોએ મારા પર જે વિશ્વાસ દેખાડ્યો છે, તેના માટે હું તેમનો આભાર વ્યક્ત કરીશ.’


વધુમાં વાંચો: સુરત કરૂણાંતિકા: 14 વિદ્યાર્થીઓના કરાયા અગ્નિ સંસ્કાર, સુરતીઓ હિબકે ચડ્યાં


ગુજરાતના આ પ્રવાસ પર તેઓ તેમની માતા હીરાબાને મળશે અને જીતના આશીર્વાદ લેશે. ગુજરાતએ ફરી એકવાર નરેન્દ્ર મોદીને દરેક 26 સીટો પર જીત આપી છે. ત્યારે વારાણસીમાં આ વખતે પીએમ મોદીએ 4.79 લાખ મતના અંતરથી ચૂંટણી જીતી છે. 23 મેની સવારે ભાજપને પ્રચંડ જીત મળતા દેશ અને રૂઝાનોથી ખુશ થઇને પીએમ મોદીની માતા હીરાબાએ ગાંધીનગર સ્થિત તેમના ઘરથી બહાર નિકળ્યા હતા અને તેમણે મતદાતાઓનું હાથ જોઇ અભિવાદન કર્યું હતું.


વધુમાં વાંચો: સુરત કરૂણાંતિકા: ધોરણ 12નું પરિણામ જોવે તે પહેલા જ વિદ્યાર્થીનીએ પકડી અંતિમવાટ


તમને જણાવી દઇએ કે, ચૂંટણીમાં જીત નોંધવ્યા બાદ અને જન્મદિવસના અવસર પર નરેન્દ્ર મોદી તેમની માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા છે. વર્ષ 2014માં જ્યારે તેઓ પહેલી વખત દેશના વડાપ્રધાન બન્યા હતા. ત્યારે પણ તેમણે સૌથી પહેલા તેમની માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા. હાલમાં જ જ્યારે તેઓ ગુજરાતમાં મતદાન કરવા આવ્યા હતા, ત્યારે પણ તેઓ તેમની માતાને મળ્યા હતા.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...