સુરત કરૂણાંતિકા: છેલ્લી ઘડીએ પુત્રીએ પિતાને કર્યો ફોન, જાણો શું કહ્યું...

સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં શુક્રવાર સાંજે બનેલી આગની દુર્ઘટનામાં 23 વિદ્યાર્થીઓના મોત થયા છે. જેમાં તક્ષશીલા આર્કેડની પાછળના ભાગે આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેલી કિષ્ણા ભીકડીયાનું મોત થયું છે.

Updated By: May 25, 2019, 03:26 PM IST
સુરત કરૂણાંતિકા: છેલ્લી ઘડીએ પુત્રીએ પિતાને કર્યો ફોન, જાણો શું કહ્યું...

સુરત: સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં શુક્રવાર સાંજે બનેલી આગની દુર્ઘટનામાં 23 વિદ્યાર્થીઓના મોત થયા છે. જેમાં તક્ષશીલા આર્કેડની પાછળના ભાગે આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેલી કિષ્ણા ભીકડીયાનું મોત થયું છે. ત્યારે મૃતક ક્રિષ્નાએ છેલ્લી ઘડી પિતાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, પપ્પા અમારે ત્યાં તક્ષશીલા બિલ્ડિંગમાં આગ લાગી છે અને હું પણ બારીમાંથી કુદવા જાઉં છું, જીવ બચાવવાની કોશિશ કરીશ.

વધુમાં વાંચો: સુરત કરૂણાંતિકા: 14 વિદ્યાર્થીઓના કરાયા અગ્નિ સંસ્કાર, સુરતીઓ હિબકે ચડ્યાં

સુરતમાં સરથાણા ખાતે શુક્રવાર સાંજે તક્ષશિલા આર્કેડ કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગમાં ચોથા માળે ચાલતા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા 23 વિદ્યાર્થીઓનાં કરૂણ મોત થયા હતા. આ કોચિંગ સેન્ટરના સંચાલક ભાર્ગવ બુટાણી, બિલ્ડિંગ બનાવનારા બિલ્ડર હર્ષલ વેકારિયા અને જિગ્નેશ સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ટ્યુશન ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણીની અટકાયત કરવામાં આવી છે.

વધુમાં વાંચો: જે દિકરા-દીકરીઓના દીપ બુઝાયા છે તેનાથી ગુજરાતના હૃદય પર ચોટ પહોંચી- પેરશ ધાનાણી

તક્ષશિલા આર્કેડમાં બનેલી આગની દુર્ઘટનામાં ક્રિષ્ના ભીકડીયાનું મોત થયું છે. 16 વર્ષીય મૃતક ક્રિષ્ના ભીકડીયા અને તેનો પરિવાર તક્ષશિલા આર્કેડની પાછળના ભાગે આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહે છે. તક્ષશિલા આર્કેડમાં ભીષણ આગ લાગતા ટ્યૂશન ક્લાસીસના વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઇ હતી.

વધુમાં વાંચો: સુરત કરૂણાંતિકા: ધોરણ 12નું પરિણામ જોવે તે પહેલા જ વિદ્યાર્થીનીએ પકડી અંતિમવાટ

કોમ્પલેક્સના ચોથા માટે જવા માટેની લાકડાની સીડીમાં જ આગ લાગવાના કારણે ટ્યુશન ક્લાસમાં રહેલા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા અને તેમને બહાર નિકળવાનો કોઈ રસ્તો જ રહ્યો ન હતો. જો કે, તે જ સમયે મૃતક ક્રિષ્નાએ તેના પિતાને ફોન કર્યો હતો અને મૃતક ક્રિષ્ના અને તેના પિતા વચ્ચે થયેલી જીવનની આ છેલ્લી વાતચીત હતી.

વધુમાં વાંચો: સુરત કરૂણાંતિકા: 23 'કુળદીપક' ઓલવાયા, ક્લાસિસના સંચાલક ભાર્ગવ બુટાણીની અટકાયત

ક્રિષ્નાએ તેના પિતાને ફોન કરી કહ્યું હતું કે, પપ્પા અમારે ત્યાં તક્ષશિલા બિલ્ડિંગમાં આગ લાગી છે અને પપ્પા સૌથી પહેલા અમારો દાદરો જ બળીને ખાખ થઈ ગયો છે, કારણ કે અમાર દાદરો લાકડાનો હતો. પપ્પા બધા છોકરાઓ બારીમાંથી કૂદીને નીચે જવાની પ્રયત્ન કરી રહ્યા છે, હું પણ બારીમાંથી કુદવા જાઉં છું, જીવ બચાવવાની કોશિશ કરીશ પપ્પા...

જુઓ Live TV:-

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...