PM Modi France Visit: પીએમ નરેન્દ્ર મોદી હાલ ફ્રાન્સના પ્રવાસે છે. ફ્રાન્સે પીએમ મોદીને લીજન ઓફ ઓનરથી સન્માનિત કર્યા છે. આ ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન છે. પીએમ મોદી આ સન્માન મેળવનારા  પ્રથમ ભારતીય પીએમ છે. આ ઉપરાંત તેમણે ફ્રાન્સમાં ભારતીય સમુદાયને પણ સંબોધન કર્યું. વિશ્વના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સની ધરતી પર ભારતીય સમુદાયને સંબોધન દરમિયાન એક પ્રસંગ યાદ કર્યો તેનું સીધું કનેક્શન અમદાવાદ સાથે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીનું સંબોધન
પેરિસના લા સીન મ્યુઝિકલમાં પીએમ મોદીએ ભારતીય સમુદાયને સંબોધનની શરૂઆત 'ભારત માતા કી જય'ના નારા સાથે કરી હતી. તેણે કહ્યું, “આજનું દ્રશ્ય, આ દ્રશ્ય પોતાનામાં જ અદ્ભુત છે. આ ઉત્સાહ અભૂતપૂર્વ છે. આ સ્વાગત આનંદથી ભરેલું છે. ભારત માતાનો અવાજ સાંભળીને એવું લાગે છે કે હું ઘરે આવી ગયો છું. અહીં આવવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. આવતીકાલે ફ્રાંસનો રાષ્ટ્રીય દિવસ છે. મને આમંત્રણ આપવા બદલ ફ્રાન્સના લોકોનો હૃદયપૂર્વક આભાર.


પીએમ મોદીએ કહ્યું, "જ્યારે હું દેશથી દૂર હોઉં ત્યારે 'ભારત માતા કી જય'નો પોકાર સાંભળું છું, ક્યાંકથી અવાજ આવે છે - નમસ્કાર, એવું લાગે છે કે હું ઘરે આવી ગયો છું." પરંતુ આપણે ભારતીયો જ્યાં પણ જઈએ છીએ, ત્યાં ચોક્કસપણે મિની ઈન્ડિયા બનાવીએ છીએ.



ફ્રાન્સ આવવું ખુબ વિશેષ છેઃ પીએમ મોદી
ભારતીયોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આ વખતે મારું ફ્રાન્સ આવવું વધુ ખાસ છે. તેમણે વધુમાં કહ્યું કે આજનું દ્રશ્ય પોતાનામાં જ અદ્ભુત છે, આ ઉત્સાહ અભૂતપૂર્વ છે, આ સ્વાગત આનંદથી ભરે છે. અમે ભારતીયો જ્યાં પણ જઈએ છીએ, અમે ચોક્કસપણે એક મિની ઈન્ડિયા બનાવીએ છીએ. કેટલાક લોકો 12 કલાકની મુસાફરી કરીને અહીં આવ્યા છે, આનાથી મોટો પ્રેમ શું હોઈ શકે. હું અહીં આવવા માટે તમારા બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. 


PM મોદીને મળ્યું ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન,આ સન્માન મેળવનારા પહેલા ભારતીય PM


ભારતીય સમુદાયને સંબોધિત કરતા બોલ્યા પીએમ મોદી- ભારત અને ફ્રાન્સની દોસ્તી અતૂટ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube