PM મોદીને મળ્યું ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન, 'લીજન ઓફ ઓનર' મેળવનારા પહેલા ભારતીય PM

પીએમ મોદી હાલ ફ્રાન્સના પ્રવાસે છે. ફ્રાન્સે પીએમ મોદીને લીજન ઓફ ઓનરથી સન્માનિત કર્યા છે. આ ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન છે. પીએમ મોદી આ સન્માન મેળવનારા  પ્રથમ ભારતીય પીએમ છે. લીજન ઓફ ઓનર દુનિયાભરના પસંદગીના પ્રમુખ નેતાઓ અને પ્રતિષ્ઠિત હસ્તીઓને આપવામાં આવ્યું છે.

PM મોદીને મળ્યું ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન, 'લીજન ઓફ ઓનર' મેળવનારા પહેલા ભારતીય PM

પીએમ મોદી હાલ ફ્રાન્સના પ્રવાસે છે. ફ્રાન્સે પીએમ મોદીને લીજન ઓફ ઓનરથી સન્માનિત કર્યા છે. આ ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન છે. પીએમ મોદી આ સન્માન મેળવનારા  પ્રથમ ભારતીય પીએમ છે. લીજન ઓફ ઓનર દુનિયાભરના પસંદગીના પ્રમુખ નેતાઓ અને પ્રતિષ્ઠિત હસ્તીઓને આપવામાં આવ્યું છે.  જેમાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા, વેલ્સના તત્કાલીન રાજકુમાર કિંગ ચાર્લ્સ, જર્મનીના પૂર્વ ચાન્સેલર એન્જેલા મર્કેલ, સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ બુટ્રોસ બુટ્રોસ ઘાલી સહિત અન્ય સામેલ છે. 

પ્રધાનમંત્રી મોદીને અત્યાર સુધીમાં કયા કયા સન્માન મળ્યા
ફ્રાન્સ દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલું આ સન્માન તેમના વિભિન્ન દેશો દ્વારા અપાયેલા ટોચના આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને સન્માનની યાદીમાં સામલ થયું છે. આ અગાઉ પીએમ મોદીને જૂન 2023માં ઈજિપ્ત દ્વારા ઓર્ડર ઓફ ધ નાઈલ, મે 2023માં પાપુઆ ન્યૂ ગિની દ્વારા  કમ્પેનિયન ઓફ ધ ઓર્ડ ઓફ લોગોહુ, મે 2023માં કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી, મે 2023માં પલાઉ ગણરાજ્ય દ્વારા એબાકલ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. 

આ ઉપરાંત 2021માં ભૂટાને ડ્યુક ગ્યાલપો, 2020માં અણેરિકી સરકાર દ્વારા લીજન ઓફ મેરિટ, 2019 માં બહરીન દ્વારા કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં, 2019માં માલદીવ દ્વારા ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વિશ્ડ રૂલ ઓફ નિશાન ઈજ્જુદ્દીન, રશિયા દ્વારા ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ પુરસ્કાર, 2019માં યુએઈ દ્વારા ઓર્ડર ઓફ ઝાયદ એવોર્ડ, 2018માં ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન એવોર્ડ, 2016માં અફઘાનિસ્તાન દ્વારા સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી  અમીર અમાનુલ્લાહ ખાન અને 2016માં સાઉદી અરબ દ્વારા ઓર્ડર ઓફ અબ્દુલ અઝીઝ અલ સાઉદથી પીએમ મોદીને નવાજવામાં આવ્યા હતા. 

(Pic source: Arindam Bagchi's twitter… pic.twitter.com/6LeoPsgBgo

— ANI (@ANI) July 13, 2023

પીએમ મોદીના સન્માનમાં ડિનર
આ અગાઉ પીએમ મોદીના સન્માનમાં એલિસી પેલેસમાં ખાનગી ડિનરનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પોતાના અધિકૃત નિવાસ સ્થાન એલિસી પેલેસમાં પ્રધાનમંત્રી મોદીની મેજબાની કરી. પીએમ મોદી બે દિવસના અધિકૃત પ્રવાસે ગુરુવારે પેરિસ પહોંચ્યા હતા. પીએમ મોદીનું એરપોર્ટ પર ફ્રાન્સના પીએમ એલિઝાબેથ બોર્ને એરપોર્ટ પર પીએમનું સ્વાગત કર્યું. 

પીએમ મોદીએ ભારતીય સમુદાયને કર્યું સંબોધન
પેરિસના લા સીન મ્યુઝિકલમાં પીએમ મોદીએ ભારતીય સમુદાયને સંબોધનની શરૂઆત 'ભારત માતા કી જય'ના નારા સાથે કરી હતી. તેણે કહ્યું, “આજનું દ્રશ્ય, આ દ્રશ્ય પોતાનામાં જ અદ્ભુત છે. આ ઉત્સાહ અભૂતપૂર્વ છે. આ સ્વાગત આનંદથી ભરેલું છે. ભારત માતાનો અવાજ સાંભળીને એવું લાગે છે કે હું ઘરે આવી ગયો છું. અહીં આવવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. આવતીકાલે ફ્રાંસનો રાષ્ટ્રીય દિવસ છે. મને આમંત્રણ આપવા બદલ ફ્રાન્સના લોકોનો હૃદયપૂર્વક આભાર.

અમે ભારતીયો જ્યાં પણ જઈએ ત્યાં મિની ઈન્ડિયા બનાવીએ - PM મોદી
પીએમ મોદીએ કહ્યું, "જ્યારે હું દેશથી દૂર હોઉં ત્યારે 'ભારત માતા કી જય'નો પોકાર સાંભળું છું, ક્યાંકથી અવાજ આવે છે - નમસ્કાર, એવું લાગે છે કે હું ઘરે આવી ગયો છું." પરંતુ આપણે ભારતીયો જ્યાં પણ જઈએ છીએ, ત્યાં ચોક્કસપણે મિની ઈન્ડિયા બનાવીએ છીએ.

ફ્રાન્સ આવવું ખુબ વિશેષ છેઃ પીએમ મોદી
ભારતીયોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આ વખતે મારું ફ્રાન્સ આવવું વધુ ખાસ છે. તેમણે વધુમાં કહ્યું કે આજનું દ્રશ્ય પોતાનામાં જ અદ્ભુત છે, આ ઉત્સાહ અભૂતપૂર્વ છે, આ સ્વાગત આનંદથી ભરે છે. અમે ભારતીયો જ્યાં પણ જઈએ છીએ, અમે ચોક્કસપણે એક મિની ઈન્ડિયા બનાવીએ છીએ. કેટલાક લોકો 12 કલાકની મુસાફરી કરીને અહીં આવ્યા છે, આનાથી મોટો પ્રેમ શું હોઈ શકે. હું અહીં આવવા માટે તમારા બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news