Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા પહેલા તબક્કાની ચૂંટણી 1ડિસેમ્બરે યોજાવા થઇ રહી છે ત્યારે PM મોદી ફરી ગુજરાત પ્રવાસે આવશે. 1 ડિસેમ્બરે બપોરે 3 કલાકે અમદાવાદમા પીએમ મોદીનો ભવ્ય યોજશે રોડ શો થવા જઇ રહ્યો છે. 1 અને 2 ડિસેમ્બરે PM મોદી ગુજરાતનાં પ્રવાસે પધારવાનાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 ડિસેમ્બરે અમદાવાદમાં બીજા તબક્કા માટે કરશે. ચૂંટણીનાં પ્રચાર માટે ભવ્ય રોડ શો કરશે. બપોરે 3 વાગ્યે આ રોડ શો નરોડાથી શરૂ થશે અને ચાંદખેડા સુધી ચાલશે. મતદાનના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 ડિસેમ્બરે ત્રણ જનસભા સંબોધશે અને અમદાવાદમાં રોડ શો કરશે. 1 ડિસેમ્બરનાં રોજ કાલોલમાં સવારે 10 કલાકે PM મોદી સભા સંબોધશે. આ પછી છોટાઉદેપુર અને હિંમતનગરમાં સભા સંબોધશે.


ત્રણ સભા સંબોધ્યા પછી બપોર 3 વાગ્યાની આસપાસ પીએમ મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાશે. આ રોડ શો નરોડાથી શરૂ થશે અને ચાંદખેડા સુધી ચાલશે. શહેરની તમામ બેઠક કવર થાય એ રીતે પીએમનો રોડ શો રૂટ નક્કી કરાયો છે. રોડ શો મારફતે વડાપ્રધાન 16 બેઠક પર પ્રચાર કરશે. ભાજપના કાર્યકર્તાઓને તૈયારીઓ માટે સૂચના આપી દેવામાં આવી છે. 30 થી વધુ સ્થળોનો રોડ શોનો મેપ તૈયાર કરવામાં આવ્યો છે.



રોડ શોનો સંભવિત રૂટ
નરોડા ગામ બેઠક - નરોડા પાટિયા સર્કલ - કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી - સુહાના રેસ્ટોરન્ટ - શ્યામ શિખર ચાર રસ્તા - બાપુનગર ચાર રસ્તા - ખોડિયારનગર - BRTS રૂટ વિરાટનગર - સોનીની ચાલી - રાજેન્દ્ર ચાર રસ્તા - રબારી કોલોની - CTMથી જમણી બાજુ - હાટકેશ્વર ચાર રસ્તા - ખોખરા સર્કલ - અનુપમ બ્રિજ - પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા - ફૂટબોલ ગ્રાઉન્ડ - ભુલાભાઈ ચાર રસ્તા - ડાબી બાજુ - શાહ આલમ ટોલનાકા - દાણીલીમડા ચાર રસ્તા - મંગલ વિકાસ ચાર રસ્તા - ખોડિયારનગર બહેરામપુરા - ચંદ્રનગર - ધરણીધર ચાર રસ્તા - જીવરાજપાર્ક ચાર રસ્તા - શ્યામલ ચાર રસ્તા - શિવરંજની ચાર રસ્તા - હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા - પલ્લવ ચાર રસ્તા - પ્રભાત ચોક - પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા - વ્યાસવાડી - ડી માર્ટ - આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ - સાબરમતી પોલીસ સ્ટેશન - વિસત ચાર રસ્તા - જનતાનગર ચાર રસ્તા - IOC ચાર રસ્તા ચાંદખેડા.


પોલીસ કમિશનરે ડ્રોન ફ્લાય ઝોન જાહેર કર્યો
અમદાવાદમાં વડાપ્રધાન મોદીના રોડ શોને લઇનેનો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જાહેર જનતાની સલામતીને ધ્યાને લઈ અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર કરાયા હતા. દરમિયાનમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફટ તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઈટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર/પેરા ગ્લાઈડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા જમ્પિંગ ચલાવવાની/કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ સને -૧૮૬૦ની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.