• એકતા દિવસ (ekta divas) પર ભારત અને ભારતીયોની એક્તાના વખાણ કર્યા હતા. તો સાથે જ દેશની વિવિધતાને જે રીતે તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને ભારતની આતંકી પીડાની ખૂલીને વાત કરી હતી.


ઝી મીડિયા/બ્યૂરો :કેવડિયામા સરદાર પટેલ (sardar patel) ની 145મી જન્મજયંતી પર એક્તા પરેડ યોજ્યા બાદ પીએમ મોદી (narendra modi) એ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેઓએ કેવિડયા ખાતે થઈ રહેલા વિવિધ વિકાસો કામોની વાત કરી હતી. તો સાથે જ એકતા દિવસ (ekta divas) પર ભારત અને ભારતીયોની એક્તાના વખાણ કર્યા હતા. તો સાથે જ દેશની વિવિધતાને જે રીતે તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને ભારતની આતંકી પીડાની ખૂલીને વાત કરી હતી. તેઓ કેવિડયાના મંચ પરથી વિરોધીઓ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. પુલવામા હુમલાને ટાંકીને તેઓએ કહ્યું કે, પુલવામા હુમલા સમેય થયેલા આરોપોને હું સહન કરતો રહ્યો. એ સમયે પણ કેટલાક લોકો રાજનીતિ કરી રહ્યા હતા. 


PM બોલ્યા, દુનિયાના ટુરિઝમ મેપ પર છવાઈ જશે કેવડિયા, ભારતની પ્રગતિનું તીર્થ સ્થળ બન્યું 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુલવામા હુમલા સમયે કેટલાક લોકો રાજનીતિ કરતા હતા 
તેઓએ વિરોધીઓ વિશે કહ્યું કે, ભારતની આ એક્તા બીજાને ખટકે છે, આપણી વિવિધતાને નબળાઈ બનાવવા માંગે છે. તેને આધાર બનાવીને એકબીજા વચ્ચે અંતર બનાવવામા માંગે છે. તેને ઓળખો, તેનાથી સતર્ક રહો. પુલવામા હુમલા બાદ કેટલાક લોકો તેમાં પોતાનું રાજનીતિક સ્વાર્થ જોઈ રહ્યા હતા. દેશ ભૂલી શક્તો નથી કે ત્યારે કેવી વાતો કહેવામાં આવી. દેશ દુખી હતો ત્યારે કેટલાક લોકો રાજનીતિ કરતા હતા. કેવા નિવેદનો અપાયા. ત્યારે વીર જવાનો સામે જોઈને હું વિવાદોથી દૂર રહીને તમામ આરોપોને સહન કરતો રહ્યો. હુ વિવિધ વાતોને હુ સાંભળતો રહ્યો. એ સમયે હું ભદ્દી રાજનીતિથી દૂર રહ્યો. દેશહિતમાં આવી રાજનીતિ ન કરવા વિરોધીઓને મારી અપીલ કરી છે. જ્યારે કે, પુલવામા હુમલાની પાકિસ્તાને પણ કબૂલાત કરી હતી. 


સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને વંદન કરીને ગુજરાત પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ કરશે PM મોદી 


આતંકની પીડાને ભારત સારી રીતે જાણે છે, હવે તેને હરાવવાનું છે  
તેઓએ કહ્યું કે, અનેક એવા ચેલેન્જિસ પણ છે, જેનો સામનો ભારત અને સમગ્ર વિશ્વ કરે છે. ગત કેટલાક દિવસોમાં કેટલાક દેશોમાં જે પરિસ્થિતિ બની છે, જે રીતે કેટલાક લોકો આતંકવાદના સમર્થનમાં  ખૂલીને સામે આવી રહ્યા છે તે આજે માનવતા માટે વિશ્વ માટે, શાંતિ માટે વૈશ્વિક ચિંતા બની છે. આજના માહોલમાં દુનિયાના તમામ દેશો અને સરકારને, પંથને આતંકવાદ સામે એકજૂટ થવાની સૌથી વધુ જરૂર છે. શાંતિ ભાઈચારો અને પરસ્પર આદરનો ભાવ જ માનવતાની યોગ્ય ઓળખ છે. આતંકવાદનો ગુપ્ત ભોગી ભારત રહ્યો છે. ભારતે પોતાના હજારો વીર જવાનોને ગુમાવ્યા છે. હજારો નિર્દોષ નાગરિકોને ગુમાવ્યા છે. અનેક દીકરા અને ભાઈ ગુમાવ્યા છે. આતંકી પીડાને ભારત બહુ જ સારી રીતે જાણે છે. ભારતે આતંકવાદને હંમેશા પોતાની એક્તાથી જવાબ આપ્યો છે. આજે સમગ્ર વિશ્વએ પણ એકજૂટ થઈને દરેક એ તાકાતથી હરાવવાનું છે જે આતંકની સાથે છે. ભારતીયો એ લોકો છે જેઓને સર્વે ભવન્તુ સુખાનિ અને વસુધૈવ કુટુમ્બકમની પ્રેરણા મળી છે. આ જ આપણી જીવનધારા છે. 


તેઓએ પોતાના સંબોધનમાં 370 કલમ હટ્યા બાદ કાશ્મીરના વિકાસ અને રામમંદિર બનવા વિશેનો ઉલ્લેખ કર્યો હતો.