સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને વંદન કરીને ગુજરાત પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ કરશે PM મોદી

સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને વંદન કરીને ગુજરાત પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ કરશે PM મોદી
  • પીએમ મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે તેમની મુલાકાતનો બીજો દિવસ છે. સવારે 8 વાગ્યે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલને નમન કરશે.

ઝી મીડિયા/બ્યૂરો :લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) ની આજે 145 મી જન્મજયંતી છે. જેને સમગ્ર દેશ રાષ્ટ્રીય એક્તા દિવસ (National Unity Day) ના રૂપમાં ઓળખે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી Narendra Modi) સ્ટેચ્યુ ઓફ યુનિટી (The Statue of Unity) પર પૂજા કરશે અને એક્તા પરેડમાં સામેલ થશે. આ ઉપરાંત પીએમ અહીંથી દેશની પ્રથમ સી પ્લેન સર્વિસની શરૂઆત પણ કરાવશે.

શું છે શિડ્યુલ
પીએમ મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે તેમની મુલાકાતનો બીજો દિવસ છે. સવારે 8 વાગ્યે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલને નમન કરશે. બાદમાં સવારે 9 વાગ્યે એક્તા દિવસ પરેડમાં સામેલ થશે. અહીં તેઓ લોકોને સંબોધન કરશે. સવારે 11 વાગ્યે પીએમ મોદી સિવિલ સર્વિસની નવી બેચના અધિકારીઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરશે. સવારે 11.45 કલાકે તેઓ કેવડિયા વોટર એરોડ્રોમનું ઉદઘાટન કરશે અને તેના બાદ સાબરમતી રિવરફ્રન્ટ પર દેશના પહેલા સી પ્લેનનો પ્રારંભ કરશે. 

રાષ્ટ્ર નિર્માણમાં સરદાર પટેલનું યોગદાન
કેન્દ્ર સરકાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીને રાષ્ટ્રીય અખંડતા દિવસના રૂપમાં ઉજવી રહી છે. સરદાર પટેલ દેશના પહેલા ગૃહમંત્રી હતા. આઝાદી બાદ ભારતના એકીકરણમાં તેમનો મોટો રોલ છે. પ્રધાનમંત્રી મોદી આ યોગદાનને સન્માન આપવા માટે ગુજરાત પહોંચ્યા છે. સરદાર પટેલે 562 રજવાડાઓનું વિલીનીકરણ કરીને ભારતને એક રાષ્ટ્ર બનાવ્યું હતું. તેમની યાદમાં ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું છે. 

પહેલા દિવસે અનેક પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું
ગુજરાત પ્રવાસના પહેલા દિવસે નરેન્દ્ર મોદીએ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી અને સરદાર સરોવર ડેમ માટે ડાયનેમિક લાઈટિંગનું ઉદઘાટન કર્યું. સાથે જ યુનિટી ગ્લો ગાર્ડન, કેક્ટસ ગાર્ડનની પણ મુલાકાત કરી. પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઈટ, કેવડિયા મોબાઈલ એપ્લિકેશ અને કેવડિયામાં સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્કમાં જંગલ સફારીની શરૂઆત કરાવી. મોદીએ ઝુઓલોજિકલ પાર્કની ટુર પણ કરી. આ ઉપરાંત તેઓએ એક્તા મોલ, આરોગ્ય વન અને ચિલ્ડ્રન પાર્કનું પણ ઉદઘાટન કર્યું. અહી તેઓએ ટ્રેનની સવારી પણ કરી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news