અમદાવાદ :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રેટર નોઈડામાં વર્લ્ડ ડેરી સમિટ 2022નું ઉદ્ધાટન કર્યુ. નોઈડામાં આયોજિત આ  સમિટમાં 50 દેશના 1500થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. ભારત માટે આ સમિટ એટલા માટે પણ મહત્વની છે, કેમ કે 48 વર્ષ બાદ તે ભારતમાં યોજાઈ છે. આ પહેલાં 1974 માં ભારતે આંતરરાષ્ટ્રીય ડેરી કોંગ્રેસનું આયોજન કર્યુ હતું. આ સમિટમાં ભારતના 700થી 800 ખેડૂતોએ પણ ભાગ લીધો. જેમાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રે ભવિષ્યની વ્યૂહરચના અને યોજનાઓ પર વાત કરવામાં આવશે. ત્યારે આ પ્રસંગે PM Modi એ દેશવાસીઓને ગુજરાતના કચ્છની બન્ની ભેંસનો એક કિસ્સો સંભળાવ્યો. જેમાં તેમણે બન્ની ભેંસના જળવાયુ અનુસાર પોતાને ઢાળવાના ગુણ વિશે વાત કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્ની ભેંસનો કિસ્સો સંભળાવ્યો
પીએમ મોદીએ ગુજરાતની બન્ની ભેંસનીવા કરતા જણાવ્યું કે, ભારતીય પશુઓની નસલ ક્લાયમેટ કમ્ફર્ટેબલ હોય છે. ગુજરાતના કચ્છની બન્ની ભેંસ ત્યાંના રણપ્રદેશની પરિસ્થિતિઓથી એટલી વાકેફ થઈ ગઈ છે કે, જોઈને આશ્ચર્ય થાય. ત્યાં દિવસે ભયંકર ગરમી હોય છે. તેથી બન્ની ભેંસ રાતે ઘાસ ચરવા 15 કિલોમીટર દૂર સુધી જાય છે. આ સમયે બન્ની ભેંસ સાથે કોઈ ખેડૂત કે પશુપાલક હોતા નથી. બન્ની ભેંસ જાતે જ મેદાનમાં જઈને ઘાસ જાય છે. સૂકાપ્રદેશમાં પાણી ઓછુ હોય છે. તેથી ઓછા પાણીમાં પણ આ ભેંસ કામ કરે છે. 


આ પણ વાંચો : અમદાવાદમાં તૂટી પડ્યો ધોધમાર વરસાદ, આગામી ત્રણ કલાક ગુજરાત માટે છે ભારે...


રાતે 15 કિમી ચાલે છે બન્ની ભેંસ
પીએમએ જણાવ્યું કે, બન્ની ભેંસ રાતે 15-15 થી લઈને 17-17 કિલોમીટર સુધી દૂર ઘાસ ચરવા જાય છે. આટલે દૂર ગયા બાદ સવારે તે આપોઆપ પાલકના ઘરે આવી જાય છે. બન્ની ભેંસ ખોવાઈ હોય તે કે તે ખોટા ઘરમાં જતી રહી હોય તેવુ ભાગ્યે જ સાંભળવા મળે છે. આ તો માત્ર બન્નીનુ ઉદાહરણ છે, પરંતું ભારતમાં મુર્રા, મેષાણા, જાફરાબાદી, નીલી રવિ, પંડરપુરી જેવી અનેક નસલની ભેંસ અનોખી છે. ગીર ગાય, સૈવાલ, રાઠી, કાંકરેજ, થારપારકર હરિયાણાની નસલની ગાય ભારતમા ડેરી ઉદ્યોગના સેક્ટરમા યુનિક ગણાય છે. ભારતીય નસલના મોટાભાગના પશુઓ ક્લાયમેટ કમ્ફર્ટેબલ હોય છે. 


આ પણ વાંચો : જેહાદી ષડયંત્રની હચમચાવતી વડોદરાની બે ઘટના, વિધર્મી યુવકે સગીરાને હવસની શિકાર બનાવી, તો બીજાએ... 


બન્ની ભેંસની કિંમત
બન્નીના નેદા દુનિયાભરમાં ફેમસ ઘાસચારાના મેદાનમાં ફેમસ છે. બન્ની ભેંસની નસલ હોય છે, જે પશુપાલકની પ્રિય નસલ ગણાય છે. બન્ની ભેંસની કિંમત 1 લાખ રૂપિયાથી લઈને 3 લાખ રૂપિયા હોઈ શકે છે. આ ભેંસની ખાસિયત એ છે તે ગરમી અને ઠંડી બંને સહન કરવાની ક્ષમતા ધરાવે છે. બન્ની ભેંસ શુષ્ક વાતાવરણમાં પણ વધુ દૂધ આપવાની ક્ષમતા ધરાવે છે. 



આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે ડેરી સેક્ટરનું સામર્થ્ય માત્ર ગ્રામીણ અર્થવ્યવસ્થાને જ ગતિ આપવાનો નથી. પરંતુ દુનિયાભરમાં કરોડો લોકોની આજીવિકાનું મુખ્ય સાધન પણ છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ડેરી સેક્ટરના વખાણ કરતાં કહ્યું કે ભારતમાં ડેરી સેક્ટરની સાચી તાકાત નાના ખેડૂતો છે. આજે ભારતમાં ડેરી કો-ઓપરેટિવનું એક એવું વિશાળ નેટવર્ક છે, જેની મિસાલ આખી દુનિયામાં મળવી મુશ્કેલ છે.