Gujarat News : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. તેઓ રાજકોટ અને ગાંધીનગરમાં આયોજિત જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે બપોરે 3.10 મિનિટે પીએમ મોદી રાજકોટમાં નવનિર્મિત હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવી પહોંચશે. તેઓ ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ સહિત રાજકોટમાં જુદા જુદા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. તો બપોરે 3.15 એ પીએમ મોદી એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગ ખાતે પહોંચશે. પીએમ મોદીના હસ્તે ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1,405 કરોડ રૂપિયા ખર્ચે ગુજરાતમાં પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર થઈ રહ્યું છે. આ હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટના પ્રથમ ફેઝનું લોકાર્પણ પીએમ મોદી કરશે. 23 હજાર ચોરસ વિસ્તારમાં હીરાસર ગામ ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તૈયાર થઈ રહ્યું છે. પીકઅવર્સમાં દર કલાકે 1,280 મુસાફરોનું સંચાલન કરવા આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સક્ષમ હશે. 


અમદાવાદમા તથ્ય પટેલ જેવો બીજો અકસ્માત ! વધુ નબીરાએ BMW થી અકસ્માત સર્જ્યો


ઉલ્લેખનીય છે કે, હીરાસર ગામ ખાતે તૈયાર થયેલું આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું વર્ષ 2017માં પીએમ મોદીના હસ્તે ભૂમિપૂજન થયું હતું. ત્યારબાદ પીએમ હીરાસર એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ જવા રવાના થશે. બપોરે 4 વાગે રાજકોટ એરપોર્ટ પર પહોંચી, પીએમ મોદી 4.15 એ રેસકોર્ષ મેદાને પહોંચશે. રેસકોર્ષ મેદાનમાં પીએમ મોદી જનસભા સંબોધશે, જ્યાં અંદાજે 1 લાખની જનમેદની ઉમટે તેવું ભવ્ય આયોજન કરાયું છે. અહી તેઓ રાજકોટ મહાનગર પાલિકાના તૈયાર થયેલા જુદા જુદા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ પણ કરશે. જેમાં કેકેવી ફ્લાયઓવર બ્રિજ, વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ, ન્યારી 1 ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધી સ્ટીલની પાઇપલાઇન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ નવા આરોગ્ય કેન્દ્રની રાજકોટવાસીઓને ભેટ આપશે.


129.53 કરોડના ખર્ચે બનેલા બ્રીજની ઉપર બ્રિજ એટલે કે.કે.વી. બ્રિજનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થશે. સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન 'સૌની' યોજનાના લીંક 3ના પેકેજ 8 અને 9નું પીએમ નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરાશે. અંદાજિત 393.67 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારને મળશે સિંચાઈ માટે પાણી તેમજ અંદાજિત 1 લાખ લોકોને માં નર્મદાના પાણીનો લાભ મળશે. 


અંબાલાલ પટેલની આગાહી : ચોમાસાનો ચોથો રાઉન્ડ ક્યારે આવશે તેની તારીખ આપી દીધી


સાંજે 5.45 એ પીએમ મોદી રાજકોટ એરપોર્ટથી અમદાવાદ રવાના થશે, સાંજે 6 વાગે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી રાજભવન જવા રવાના થશે. રાજભવન ખાતે સાંજે વિવિધ પ્રોજેક્ટ પર પીએમ મોદી બેઠક કરી સમિક્ષા કરશે. પીએમ નરેન્દ્ર મોદી રાત્રિરોકાણ રાજભવન ખાતે કરશે. 


ત્યારબાદ 28 જુલાઈએ પીએમ મોદી ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. સવારે 10.30 થી બપોરે 12 વાગ્યા સુધી પીએમ નરેન્દ્ર મોદી મહાત્મા મંદીર ખાતે 'સેમિકોન ઈન્ડિયા 2023' કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીયસ્તરના આ કાર્યક્રમમાં સેમિકન્ડક્ટર્સને લગતી અત્યાધુનિક ટેક્નોલોજી અંગે પ્રદર્શન યોજાશે. તેઓ મહાત્મા મંદીર ખાતે પીએમ મોદી ત્રણ જેટલી બેઠકો પણ કરશે, એક્ઝિબીશન સેંટરની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. 


અમદાવાદ પર મંડરાઈ રહ્યો છે મોટો ખતરો : તૈયાર રહેજો, ગમે ત્યારે આવશે પૂર


ત્યારબાદ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બપોરે 1.30 વાગે આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપશે. મંત્રીઓ, સાસંદો અને આગેવાનો સાથે પીએમ નરેન્દ્ર મોદી ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ભોજન લેશે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પીએમ મોદી બેઠક પણ કરશે. તેના બાદ સાંજે ત્રણ વાગે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.