અમદાવાદમા તથ્ય પટેલ જેવો બીજો અકસ્માત! વધુ એક નબીરાએ BMW થી અકસ્માત સર્જ્યો, ચિક્કાર દારૂ પીધો હતો

ahmedabad iskcon bridge accident : અમદાવાદમાં મોંઘીદાટ કારના ચાલકે સર્જ્યો વધુ એક અકસ્માત..નશામાં ધૂત BMW કાર ચાલકે એકથી વધુ વાર અથડાવી ગાડી..પોલીસે કારચાલકની કરી અટકાયત

અમદાવાદમા તથ્ય પટેલ જેવો બીજો અકસ્માત! વધુ એક નબીરાએ BMW થી અકસ્માત સર્જ્યો, ચિક્કાર દારૂ પીધો હતો

Ahmedabad Accident : અમદાવાદના રસ્તા એટલે નબીરાઓના બાપાની જાગીર, એવુ સમજીને હવે નબીરાઓ ગાડી હંકારતા થયા છે. જેગુગાર અને મણિનગરના અકસ્માતને હજી એક અઠવાડિયું પણ પૂરુ નથી થતું ત્યાં અમદાવાદના રસ્તા પર વધુ એક નબીરાએ લક્ઝુરિયસ કારથી અકસ્માત સર્જ્યો છે. અમદાવાદમાં શહેરમાં મોડી રાત્રે ફરી એક મોંઘીદાટ ગાડીએ અકસ્માત સર્જ્યો હતો. અમદાવાદના માણેકબાગ પાસે એક નબીરાએ દારુ પીને ગાડી ચલાવી હતી, અને અનેક જગ્યાઓએ અકસ્માત સર્જયો હતો. 

અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં નશામાં ધૂત BMW કારના ચાલકે બિન્દાસ્ત સ્પીડમાં ગાડી ચલાવીને અકસ્માત સર્જયો હતો. એક નહિ, તેણે તો અકસ્માતોની લાઈનો લગાવી હતી. કાર ચાલક નશામાં ધૂત હોવાથી રસ્તામાં અલગ અલગ જગ્યાએ ગાડી અથડાવી હતી. ત્યારે એક જાગૃત નાગરિકે નશામાં ધૂત કાર ચાલકનો વીડિયો બનાવ્યો હતો. 
અંબાલાલ પટેલની આગાહી : ચોમાસાનો ચોથો રાઉન્ડ ક્યારે આવશે તેની તારીખ આપી દીધી

સેટેલાઈટ વિસ્તારમાં નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જી સરકારી મિલકતને નુકસાન પહોચાડ્યું છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતું હાલ સેટેલાઈટ પોલીસ દ્વારા કારચાલકની અટકાયત કરાઈ છે. BMW કારના ચાલકનું નામ કમલેશ બિશ્નોઈ હોવાનું સામે આવ્યું છે. તેણે મોડી રાતે 1 વાગ્યાની આસપાસ ચાલકે BMW કાર માણેકબાગ નજીક અથડાવી હતી. રાત્રે GJ 01 KA 6566 નંબરની કાર આડેધડ ચલાવીને ફૂટપાથ સાથે અથડાવી હતી. જે બાદ દારૂના નશામાં કાર ચાલકે કાર જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી બેફામ દોડાવી હતી. સેટેલાઈટ પોલીસે પીછો કરતાં ચાલક માણેકબાગથી ઝડપાયો હતો. 

ચાર દિવસ પહેલા અમદાવાદના મણિનગર વિસ્તારમા કેદાર દવે નામના યુવકે દારૂ પીને અકસ્માત સર્જ્યો હતો. કેદાર દવેએ પૂરઝડપે કાર ચલાવીને કારને ઝાડના થડ સાથે અથડાવી હતી અને કાર પલટી ખાઈ ગઈ હતી. લોકોએ તેને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. બિયર પીને કાર હંકારતા શખ્સની કાર બેકાબૂ બની હતી અને અકસ્માત સર્જ્યો હતો. કારચાલકે પૂર ઝડપે કાર હંકારતા ઝાડના થડ સાથે ગાડી અથડાઈ હતી અને કાર પલ્ટી મારી ગઈ હતી. જોકે, વૃક્ષને કારણે બાંકડા ઉપર બેસેલા લોકોનો આબાદ બચાવ થયો હતો. પરંતુ સ્થાનિકોએ 100 નંબર ડાયલ કરી  કાર ચાલકને પોલીસ હવાલે કર્યો હતો. મણિનગર વિસ્તારમાં નશાની હાલતમાં કાર એકસીડન્ટ કરનાર સામે ગુનો નોંધાયો છે. મદાવાદના મણિનગર વિસ્તારમાં દારૂ પીને અકસ્માત સર્જનારા આરોપીની પોલીસે જાહેરમાં સરભરા કરી હતી. મણિનગરમાં દારૂ પીને અકસ્માત સર્જનારને પોલીસે જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. 

આ અકસ્માતના એક દિવસ પહેલા તથ્ય પટેલ નામના યુવકે ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી અકસ્માત સર્જીને 10 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.  ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારની અડફેટે 9 લોકોને કચડી નાખનાર આરોપી તથ્ય પટેલ સામે આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ થશે. પોલીસ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયાના ત્રીજા દિવસે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરશે. ટ્રાફિક પોલીસ દ્વારા અત્યાર સુધીમાં રજૂ કરવામાં આવેલી આ સૌથી ઝડપી ચાર્જશીટ છે. ટ્રાફિક પોલીસ 5 હજાર પેજની ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરશે.મહત્વનું છે કે કોર્ટમાં મંજૂરી મળતાં તથ્ય અકસ્માત કેસમાં 308ની કલમ ઉમેરવામાં આવી છે. તથ્યના કેસની તપાસ પૂર્ણતાને આરે છે. આવતી કાલે કોર્ટમાં તમામ કાગળો રજૂ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news