અમદાવાદ: સરદાર સાહેબના વિચારો અને આદર્શોને મૂર્તિમંત કરવાના ભાગરૂપે સરદારધામના સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને સાકાર કરવા મિશન 2026 અંતર્ગત સરદારધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. સરદારધામનું બાંધકામ અંદાજીત રૂ.200 કરોડના ખર્ચે 11,670 સ્ક્વેર મિટરના પ્લોટમાં આશરે 7 લાખ સ્ક્વેર ફૂટના બાંધકામ સાથે નિર્માણ થયું છે. સરદારધામ (Sardardham) ની વિશાળ બિલ્ડીંગ અને સરદારધામ (Sardardham) ફેઝ-2 અંતર્ગત રૂ.200 કરોડના ખર્ચે 2500 દીકરીઓ માટે બનવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કન્યા છાત્રાલય, નવનિર્મિત સરદારધામ ભવનના ઈ-લોકાર્પણ અને કન્યા છાત્રાલયનું ઈ-ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) તારીખ 11 સપ્ટેમ્બર, 2021ના રોજ કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય કેબિનેટ મંત્રી માનનીય પુરૂષોત્તમભાઈ રૂપાલા તેમજ રાજ્યના મંત્રીમંડળના સભ્યો તેમજ સરદારધામના ભવનદાતાઓ / ભુમિદાતાઓ અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થશે.

CM ના અધ્યક્ષસ્થાને યોજાઇ બેઠક, ગુજરાતના શહેરો વિશ્વકક્ષાના અને આધુનિક શહેર બને તે માટે થઇ ચર્ચા
 
સરદારધામ (Sardardham) માં 800 દીકરાઓ અને 800 દીકરીઓ માટે અલગ-અલગ છાત્રાલય છે. સાથે 1000 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની ઈ-લાઈબ્રેરી, વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય અને વાંચનાલયની સુવિધા છે. સાથે જ છાત્રાલયો ખાતે જીમ્નેશીયમ અને હેલ્થ કેર યુનિટની પણ અલાયાદી વ્યવસ્થા છે, જે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સ્વસ્થ જીવનની સંભાળ રાખશે. સાથે જ ઇન્ડોર ગેમ્સ સાથેના 2 ડાઈનીંગ હોલ અને અત્યાધુનિક અને હાઈજીનીક કિચન પણ બનાવવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓને શુદ્ધ અને પૌષ્ટિક ભોજન પણ મળશે અને રમત-ગમતનો આનંદ સાથે કારકિર્દી બનાવવાનું આદર્શ સ્થળ છે.


સરદારધામમાં 450 વ્યક્તિઓની ક્ષમતાનું ઓડીટોરીયમ અને 1000-1000 વ્યક્તિઓની ક્ષમતા સાથેના 2 હોલ પણ છે. સરદારધામ ભવનના બેઝમેન્ટ 1 અને 2 માં 450થી વધુ કારનું પાર્કિંગ, 50થી વધુ થ્રી-સ્ટાર રૂમો ધરાવતું ટ્રસ્ટીશ્રી વિશ્રામ ગૃહની વ્યવસ્થા છે. સમાજ ઉત્થાનની અલગ અલગ મહેસૂલી માર્ગદર્શન, કાનુની માર્ગદર્શન, સમાજ સુરક્ષા વિગેરે પ્રવૃત્તિઓ માટે 8થી વધુ કાર્યાલયો પણ કાર્યરત રહેશે અને આ સંકુલ પ્રવેશ દ્વારમાં સરદાર સાહેબની 50 ફૂટ ઉંચી કાંસ્યની વિશાળ પ્રતિમા 3.50 કરોડના ખર્ચે સ્થાપિત કરવામાં આવી છે.

Corona કાળમાં માતા-પિતા ગુમાવનારા નિરાધાર બાળકોને બાળ સેવા યોજનાનો અપાયો લાભ


સરદારધામના લક્ષબિંદુ મુજબ દર બે વર્ષે વાયબ્રન્ટ સમકક્ષ GPBS-2018 થી 2020 સુધી મહાત્મા મંદીર અને હેલીપેડ ગ્રાઉન્ડ ઉપર યોજેલ છે અને હવે સુરત, રાજકોટ અને યુ.એસ.એ. ખાતે યોજાનાર છે. સાથે જ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશનના માધ્યમથી એક પ્લેટફોર્મ દ્વારા નાના-મધ્યમ અને મોટા 10 હજારથી વધુ ઉદ્યોગપતિઓ માટેનું એક વાઈબ્રન્ટ પ્લેટફોર્મ પણ તૈયાર થયું છે. આ ઉપરાંત યુવા તેજ અને તેજસ્વિની સંગઠન દ્વારા 1 લાખથી પણ વધુ રાષ્ટ્રપ્રેમી યુવાનોને સંગઠિત કરવામાં આવ્યા છે.


સરદારધામ દ્વારા વડોદરા (Vadodara) અને ભાવનગર (Bhavnagar) ના પ્રાદેશિક સરદારધામની બાંધકામની કામગીરી શરૂ થઈ ચૂકી છે અને આવનારા સમયમાં સુરત, રાજકોટ, મહેસાણા અને નવી મુંબઈ ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આવા બીજા ઇન્સ્ટીટ્યુટનું પણ નિર્માણ કરવાનું આયોજન છે. ભુજ ખાતે સરદારધામ આયોજિત સૂર્યા વરસાણી એકેડમીમાં તાલીમ કેન્દ્રનો શુભારંભ તા.14-9-2021ના રોજ થઈ રહ્યો છે. નવી દિલ્હી ખાતે મહિલા સમાજ ભવનમાં UPSC સિવિલ સર્વિસ તાલીમ કેન્દ્ર ટૂંક સમયમાં ચાલુ થશે. સર્વ સમાજ સમરસ સમિતિ સરદારધામ દ્વારા સર્વ સમાજનો વિકાસ થાય તેના ભાગરૂપે સર્વ જ્ઞાતિ સમાવિષ્ઠ (Inclusive of all caste) સામાજીક સમરસ સમિતિની રચના કરવામાં આવી છે અને આ સમિતિ દર ત્રણ માસે  મળે છે.

Surat: બિઝનેસમેને ગણેશજીની 600 કરોડની ડાયમંડની મૂર્તિ કરી સ્થાપિત, જાણો શું છે ખાસ


સરદારધામ દ્વારા ચાલતા UPSC-GPSC સિવિલ સર્વિસ તાલીમ કેન્દ્રમાં અનુસુચિત જાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને તેમજ અન્ય જ્ઞાતિના ઉમેદવારોને વિનામૂલ્યે ઓનલાઈન તાલીમ તેમજ મૌખિક ઈન્ટરવ્યુ માટે પણ તાલીમ આપવામાં આવે છે. સરદારધામ દ્વારા યોજાતા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન અને અન્ય કાર્યક્રમોમાં સર્વ સમાજના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવે છે.


UPSC-GPSCની સ્પર્ધાત્મક મુખ્ય પરિક્ષામાં પાસ થયેલ તમામ જ્ઞાતિના ઉમેદવારોને વિનામૂલ્યે મૌખિક ઈન્ટરવ્યુ માટે તાલીમ આપવામાં આવે છે. આજ રીતે યુવાનોને રોજગારીની તેમજ સ્વરોજગારીની તકો માટે સર્વ સમાજના યુવાનોને માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવે છે. આ રીતે સરદારધામ દ્વારા સર્વ સમાજ સમરસ સમિતિના માધ્યમથી સર્વ સમાજનો સર્વાંગી વિકાસ થાય તે મુજબ કામગીરી કરવામાં આવે છે. પરોપકાર, પરિશ્રમ અને પ્રમાણિકતા સાથે પ્રગતિના સોપાનો સરકારવા અને ન્યુ ઇન્ડિયા માટે ન્યુ ગુજરાતના નિર્માણના લક્ષ્ય સાથે સરદારધામ સતત અને અવિરત પણે સમાજના સર્વાંગી વિકાસમાં કામગીરીથી ઐતિહાસીક સ્વરૂપે નવા સોપાનો સર કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube