અમદાવાદ: વડાપ્રધાન નરેંદ્ર મોદી વિવિધ લોકાર્પણ સમારોહમાં ભાગ લેવા માટે 23 ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. અધિકારીઓએ આજે આ અંગે જાણકારી આપી. ગૃહસચિવ, પોલીસવડા સહિતના અધિકારી સાથે બેઠક થઈ હતી જેમાં જણાવ્યું હતું કે પીએમ નરેંદ્ર મોદી ગાંધીનગર, વલસાડ, જૂનાગઢના કાર્યક્રમમાં નરેંદ્ર મોદી ભાગ લેશે. વડાપ્રધાન નરેંદ્ર મોદી પહેલાં 29 જુલાઇના રોજ પોતાના ગૃહ રાજ્ય આવવાના હતા પરંતુ રાજ્યના વિભિન્ન વિસ્તારોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના લીધે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડ કલેક્ટર સી આર ખરસાનાએ જણાવ્યું હતું કે અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા કાર્યક્રમ અનુસાર વલસાડમાં એક કાર્યક્રમમાં મોદી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા બેલાખ ઘરોના લાભાર્થીઓને સમર્પિત કરશે. ત્યારબાદ આ સ્થળે એક પાવર સપ્લાય યોજના માટે ભૂમિ પૂજન કરશે. આ પ્રોજેક્ટ ધરમપુર અને કરપડા તાલુકાના લોકો માટે છે. 


તેમણે જણાવ્યું એ નરેંદ્ર મોદી વલસાડમાં એક સભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ તે ગુજરાત મેડિકલ એન્ડ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીની એક નવી હોસ્પિટલ સહિત સૌરાષ્ટ્ર ક્ષેત્રના જૂનાગઢમાં કેટલાક નવા પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. 


એક અધિકારીએ જણાવ્યું હતું કે મોદી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં મત્સ્ય વિજ્ઞાનની બે કોલેજોનું ઉદઘાટન કરશે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન જુનાગઢ નજીક પોલીસ ટ્રેનિંગ કોલેજ મેદાનમાં એક કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરશે. ત્યારબાદ સાંજે મોદી ગુજરાત ફોરેંસિક સાયન્સ યૂનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે. આ કાર્યક્રમ બાદ તેઓ દિલ્હી પરત ફરે તેવી સંભાવના છે.