અમદાવાદ: અરબ સાગરથી ગુજરાત તરફ આગળ વધી રહેલા વિકરાળ વાવાઝોડા વાયુની અસર હવે રાજ્યમાં જોવા મળી રહી છે. અનેક કાંઠાના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઊડી રહી છે અને આંધીનું વાતાવરણ છે. દરિયામાં મોજા ઉછળી રહ્યાં છે. સોમનાથ મંદિરની આસપાસ આંધી જોવા મળી રહી છે. કાળા ડિબાંગ વાદળો છવાઈ રહ્યાં છે. પૂરપાટ ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સમગ્ર સ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાંપતી નજર છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે કેન્દ્ર સરકાર ગુજરાતની સ્થિતિ પર નજર રાખી રહી છે. 


પીએમ મોદીએ કરી ટ્વીટ
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે કેન્દ્ર સરકાર વાયુ વાવાઝોડાના કારણે ગુજરાત અને ભારતના અન્ય ભાગોમાં પેદા થયેલી સ્થિતિ પર નિગરાણી કરી રહી છે. તેમણે કહ્યું કે હું રાજ્ય સરકારોની સાથે સતત સંપર્કમાં છું. NDRF અને બીજી એજન્સીઓ દરેક શક્ય સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે સતત કામ કરી રહી છે. 


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...