ગુજરાત : લોકસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર પહોચ્યા હતા. આજે તેઓ ગુજરાતમા ત્રણ સ્થળોએ સભા સંબોધન કરીને ભાજપનો પ્રચાર કરશે. અમદાવાદ એરપોર્ટથી સીધા જ તેઓ હિંમતનગર પહોચ્યા હતા. તેમણે સભામાં કહ્યું કે, કાલે આટલું મોટું વાવાઝોડું આવ્યું, પણ તમને અભિનંદન છે કે ટૂંકા ગાળામાં વ્યવસ્થા ફરી ઉભી કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીનું સંબોધન જુઓ લાઈવ


​વિપક્ષોને કહ્યું, કુદરતી આપદા પર કાવાદાવા ન કરે


કુદરતી આપદાને લઈને તેમણે કહ્યું કે, ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યની લડાઈ છે. જ્યાં જ્યા પ્રાકૃતિક આપદા આવી છે, ગુજરાત અને ભારત સરકાર તેમનુ ધ્યાન રાખે છે. મૃતકોના પરિવાર માટે મારી સંવેદના છે. તેમજ ખેડૂતોના નુકશાનનું પણ ધ્યાન રાખશે. સરકારી અધિકારીઓની તેની સૂચના અપાઈ દેવાઈ છે. મારી વિપક્ષોને વિનંતી છે કે, આવા સમયે કાવાદાવા ન કરે. 


હિંમતનગર અને બોટાદે હંમેશા ગુજરાતને રાજકીય દિશા બતાવી
તેમણે કહ્યું કે, આજે મારી હિંમતનગરની હિંમત જોવી છે. હું અહી ઈઝરાયેલના પ્રધાનને લઈ આવ્યો હતો. એક જમાનો એવો હતો કે ભારતના વડાપ્રધાનને સાંબરકાઠા આવવાની ફુરસત ન હતી. આ એક જ વડાપ્રધાન એવો છે, જે અરવલ્લી-સાંબરકાંઠા-પંચમહાલની ગલીઓ જાણે છે. લોકોના નામ જાણે છે. આ વાતને લઈને તેમણે સભામાં ‘ફીર એક બાર મોદી સરકાર’નો નારો લગાવ્યો હતો. હિંમતનગર અને બોટાદે હંમેશા ગુજરાતને રાજકીય દિશા બતાવવાનું કામ કર્યું છે. 


આખો પરિવાર જામીન પર છે
કોંગ્રેસ પર નિશાન તાકતા તેમણે કહ્યું કે, નેવાના પાણી મોભે ચઢાવવાની તાકાત આપણામાં છે. દેશને તો હમણા ખબર પડી, પણ તમને તો ખબર છે ને. મારા સમયમાં ગુજરાતનું નુકશાન દિલ્હીવાળાઓએ કર્યું હતું. ગુજરાત સરકાર તોડવા માટે આકાશ-પાતાળ એક કર્યા હતા. એમને એવુ છે કે, આ ગુજ્જુ, આ ચાવાળો, અમારા ખાનદાનને જામીન લેવા પડે તેવું કરી નાંખ્યું. આખો પરિવાર જામીન પર છે. 5 વર્ષમાં તમારી છાતી ફૂલે તેવુ કામ અમે કર્યું છે. સરદાર અને મહાત્મા ગાઁધીની આ જ પરંપરા છે. ગુજરાત મારી પડખે ઉભુ છે, તે મારી મોટી તાકાત છે. 


અર્થવ્યવસ્થામાં દેશને પહેલા ત્રણ ક્રમાંકમાં પહોંચાડવો છે
મહાગઠબંધન પર નિશાન તાકતા પીએમ મોદી બોલ્યા, આપણો દેશ અર્થવ્યવસ્થામાં પાછળ હતો, હવે 5 નંબર પર આવી ગયો છે. હવે દુનિયા પહેલા ત્રણ ક્રમાંકમાં પહોંચવાનો ઈરાદો છે. જે પક્ષ દેશમાં પૂરી સીટો પર લડી શક્તા નથી, તેઓ વડાપ્રધાન બનવા નીકળી ગયા છે. અલગ અલગ રાજ્યોમાંથી વડાપ્રધાન બનવાનો અવાજ આવે છે. આ ચૂંટણી નક્કી કરશે કે, રાષ્ટ્રવાદને જીવન માનનારા કે રાષ્ટ્રદ્રોહવાળાને મદદ કરનારાઓ દેશ ચલાવે. મોદીને ક્રેડિટ મળે કે ન મળે, કોંગ્રેસ મોદીનુ નામ બદનામ કરે છે. તેમના અધ્યક્ષ કેવી ભાષા બોલે છે. દરેકનો વિરોધ કરવાનો. હિંમતનગરમાં પથરા પડતા હતા, મોડાસામાં બહેનો સલામત નથી, આખા દેશમાં બોમ્બ બ્લાસ્ટ થતા હતા, પાંચ વર્ષમાં બધુ બંધ થઈ ગયું. આ લોકો આવુ બધુ કરતા હોય, તો મારે ચૂપ રહેવાનું? 


હિંમતનગરમાં વડાપ્રધાને શું કહ્યું? જુઓ વીડિયો


Pics : જુનાગઢની ખેડૂત પુત્રીએ કર્યું એવુ કામ કે, PM મોદી જ નહિ, હીરા બાની આંખમાંથી પણ આસું સરી પડશે


વાવાઝોડામાં જીવ ગુમાનારાઓને કેન્દ્ર બાદ હવે ગુજરાત સરકારની સહાયની જાહેરાત