વાવાઝોડામાં જીવ ગુમાનારાઓને કેન્દ્ર બાદ હવે ગુજરાત સરકારની સહાયની જાહેરાત

દક્ષિણ ગુજરાતના વલસાડમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. ત્યારે તેમણે ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદને કારણે થયેલા નુકશાનની સામે વળતર આપવાની વાત કરી હતી. મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, ગઇકાલે વાવાઝોડાના કારણે મૃત્યુ પામેલા સ્વજનના પરિવારને રૂપિયા બે લાખની સહાય અપાશે. તેમજ નુકસાનીનો સરવે કરીને પણ જરૂરિયાત મુજબ સહાય કરાશે.

વાવાઝોડામાં જીવ ગુમાનારાઓને કેન્દ્ર બાદ હવે ગુજરાત સરકારની સહાયની જાહેરાત

જય પટેલ/વલસાડ :દક્ષિણ ગુજરાતના વલસાડમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. ત્યારે તેમણે ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદને કારણે થયેલા નુકશાનની સામે વળતર આપવાની વાત કરી હતી. મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, ગઇકાલે વાવાઝોડાના કારણે મૃત્યુ પામેલા સ્વજનના પરિવારને રૂપિયા બે લાખની સહાય અપાશે. તેમજ નુકસાનીનો સરવે કરીને પણ જરૂરિયાત મુજબ સહાય કરાશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ છે કે, ગઇકાલે ગુજરાતમાં જે વાવાઝોડુ આવ્યુ અને એના પરિણામે જે નાગરિકોના મૃત્યુ થયા છે, તેમના સ્વજનોને રાજ્ય સરકાર રૂપિયા બે લાખની સહાય કરશે. તેમજ વાવાઝોડાના પરિણામે જે વિસ્તારોમા ખેતીને નુકસાન થયુ છે, એનો પણ સર્વે કરવા માટે સબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી દીધી છે. સર્વે બાદ જરૂરિયાત મૂજબ તેમાં પણ સહાય ચૂકવાશે.

તેમણે ઉમેર્યું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ વાવાઝોડાના કારણે થયેલ મૃત્યુના સ્વજનને રૂપિયા બે લાખ આપવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે. તે સહાય પણ ચૂકવાશે. આમ, મુખ્યમંત્રીની જાહેરાત મુજબ મૃતકોના પરિવારજનોને રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેની સહાય મળશે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કમોસમી માવઠાની થયેલી અસરને પગલે પીએમ મોદીએ ટ્વિટ કરીને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તો મૃતકોના પરિવારને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે. આ સહાય પ્રધાનમંત્રી રાહત કોષમાંથી અપાશે, તેવી પીએમઓના ટ્વિટર હેન્ડલમાંથી જાહેરાત કરાઈ છે. આ સહાય અન્ય રાજ્યોના મૃતકોના પરિવારજનોને પણ જાહેર કરાઈ છે. 

દેશમાં 39 લોકોના મોત
દેશના અનેક વિસ્તારોમાં મંગળવારે તોફાને કહેર મચાવ્યો હતો. મંગળવારે બપોરે મોટાભાગના શહેરમાં તેજ તોફાન તથા બરફના કરા પડ્યા હતા. રાજસ્થાનમાં તોફાનને કારણે 9 લોકોના જીવ ગયા છે, જ્યારે કે મધ્ય પ્રદેશમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. રિપોર્ટ મુજબ, દેશભરમાં આવેલા તોફાનને કારણે 39 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે કે અનેક લોકો ઘાયલ થયા છે. મંગળવાર બાદ બુધવારે પણ હવામાન ખાતાએ દેશના અનેક વિભાગોમાં વંટોળ-તોફાનનું એલર્ટ જાહેર કર્યું છે. 

ગુજરાતમાં ખેતીને નુકશાન
તોફાન અને વરસાદની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર‌ જોવા મળી હતી. આ વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઈને અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડુતોને ભારે ભારે નુકશાન સહન કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેસર કેરી, ઘઉં અને મરી મસાલાના પાકોને મોટાપાયે નુકશાન થયું છે. તો માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં મૂકાયેલ અનાજની બોરીઓ પણ પલળી ગઈ છે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news