ઝી બ્યુરો/જૂનાગઢ: ફરી એકવાર ગુજરાતના લોડલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે. એપ્રિલ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મહેમાન બનવાના છે, તેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. આગામી 17 એપ્રિલે પીએમ મોદી સૌરાષ્ટ્રમાં એક રોડ શો પણ કરશે અને સોમનાથ દાદાના દર્શન કરીને તામિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 કારણોથી ACનો ગેસ થાય છે લીક, જો તમે આ ભૂલો કરશો તો ચૂકવવા પડશે હજારો રૂપિયા


PM મોદીનો શું રહેશે સંભવિત કાર્યક્રમ?
આગામી 17 એપ્રિલનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માદરે વતન આવી રહ્યા છે. સૌ પ્રથમ તેઓ સોમનાથ મંદિર ખાતે દાદાનાં દર્શન કરશે. ત્યારબાદ સોમનાથમાં રોડ-શો કરે તેવી પણ સંભાવના છે. વડાપ્રધાનનાં કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. 


મોદી સરનેમ કેસઃજાણો કોણ છે પૂર્ણેશ મોદી? જેની અરજી પર રાહુલ ગાંધીને બે વર્ષની સજા થઈ


2024 ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસની પણ ગુજરાત મુલાકાતે આવ્યા હતા અને પ્રશિક્ષણ શિબિરમાં હાજરી પણ આપી હતી.


એર કંડિશનર લગાવતા પહેલાં જાણી લો ફ્રી ઈન્સ્ટોલેશનનો અર્થ,આ રીતે ચૂકવવા પડે છે રૂપિયા


સૌરાષ્ટ્ર તમિલ સંગમમનો પ્રારંભ કરાવશે PM મોદી
આગામી 17 થી 26 દરમ્યાન કેન્દ્ર અને ગુજરાત સરકારનાં સંયુક્ત ઉપક્રમે "સૌરાષ્ટ્ર તમિલ સંગમ " કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન  "સૌરાષ્ટ્ર તમિલ સંગમ " કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાંથી સ્થળાંતર કરીને તમિલનાડું રાજ્યમાં સ્થાયી થયેલા લોકોનું પણ સન્માન કરવામાં આવશે અને આ સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરી બંને દેશો વચ્ચે સંસ્કૃતિનું આદાન પ્રદાન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.


મહિલાએ રૂમ ખોલતાં જ બેડ પર એવું જોયું કે ફફડી ગઈ! 6 ફૂટ હતી લંબાઈ, જબરદસ્ત છે સ્ટોરી