કમુરતા ઉતરતા જ પીએમ મોદી ગુજરાતીઓને આપશે 4 મોટી ભેટ
- દેશ અને વિશ્વમાં પર્યટન માટે તેમજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં ઓફ યુનિટી કેવડિયા ખાતે સહેલાઇથી પહોંચાય તે માટે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે વિકાસના કામો કરવામાં આવી રહ્યું છે
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતીઓને ઉત્તરાયણ પર પીએમ મોદી એક નહિ ચાર ભેટ આપવાના છે. 16 થી 18 જાન્યુઆરી દરમિયાન પીએમ મોદી (narendra modi) ગુજરાતના ચાર જેટલા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના છે. તેઓ 16 જાન્યુઆરીના રોજ કેવડિયાથી વડોદરા રેલવે સ્ટેશનનું દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. તો 18 જાન્યુઆરીએ સુરત અને અમદાવાદ મેટ્રોનું ખાતમુહૂર્ત વર્ચ્યુઅલ દ્વારા વડાપ્રધાન દિલ્હીથી કરશે. તેમજ 18 જાન્યુઆરીએ અમદાવાદ મેટ્રો ફેઝ-2નો શુભારંભ કરાવશે. આ તમામ પ્રોજેક્ટ્સનું તેઓ દિલ્હીમાં રહીને ઈ-લોકાર્પણ કરાવશે.
વડાપ્રધાન આગામી 16 જાન્યુઆરીએ નવી દિલ્હીથી ઓનલાઇન માધ્યમથી કેવડિયા-બરોડા રેલ્વે લાઇન અને કેવડિયા રેલવે સ્ટેશનનો ઇ-શુભારંભ કરાવશે. જ્યારે 18 જાન્યુઆરીએ વડાપ્રધાન દ્વારા અમદાવાદ મેટ્રો ફેઝ-૨નું નવી દિલ્હીથી ઇ-ખાતમૂહુર્ત કરાશે, જે અમદાવાદ-ગાંધીનગર-ગિફ્ટ સિટીને જોડશે. આ ઉપરાંત 18મી જાન્યુઆરી વડાપ્રધાન દ્વારા સુરત મેટ્રોના કામનું પણ નવી દિલ્હીથી ઇ-ખાતમૂહુર્ત કરવામાં આવશે.
આ પણ વાંચો : સુરતમાં બિહારરાજ આવતા પહેલા પોલીસ એક્શનમાં આવી, ત્રણ દિવસમાં જ્વેલર્સ લૂંટના આરોપીને પકડ્યો
દેશ અને વિશ્વમાં પર્યટન માટે તેમજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં ઓફ યુનિટી કેવડિયા ખાતે સહેલાઇથી પહોંચાય તે માટે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે વિકાસના કામો કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે કેવડિયાથી વડોદરા રેલવેની સુવિધા ઉભી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું સાકાર કરવા માટે દુનિયાની સૌથી મોટી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લોકો સહેલાઈથી પહોંચી શકે અને યાત્રાધામોનો વિકાસ થાય જેને અનુલક્ષીને આ કામ કરવામાં આવ્યું છે. રેલવે દ્વારા પૂરજોશમાં આ કામ કરાયું હતું.
આ ઉપરાંત ગાંધીનગરમાં બની રહેલા અત્યાધુનિક રેલવે સ્ટેશનનું મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. પીએમ મોદી 18 જાન્યુઆરીએ આ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરે એવી શક્યતા છે. ગાંધીનગરનું રેલવે સ્ટેશન અત્યાધુનિક સુવિધાઓથી ભરપૂર છે. જ્યાં સ્ટેશન પર જ 300 રૂમની એક ફાઈવસ્ટાર હોટલ પર તૈયાર થઈ રહી છે.
આ પણ વાંચો : મોટી ઘાત ટળી, અમદાવાદના દર્દીઓએ કોરોનાના નવા સ્ટ્રેનને હરાવ્યો