ગાંધીનગરઃ સૌથી મોટા આર્થિક અવસર માટે ગુજરાત સજ્જ થઈ ગયું છે.પાટનગર ગાંધીનગર અને ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે..ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 ન માત્ર ગુજરાત પણ દેશ અને દુનિયા પર અલગ જ છાપ છોડવાની છે. ત્યારે આવો જોઈએ કે આ વખતે વાઈબ્રન્ટ સમિટમાં શું જોવા મળશે નવા નજરાણાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી સમગ્ર દુનિયાની નજર ગુજરાત પર રહેલી છે..જેનું કારણ છે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત દુનિયાના અનેક દેશોના મહાનુભાવો ગુજરાતના મહેમાન બન્યા છે.. ત્યારે આ મહાનુભાવોના ભવ્ય સ્વાગત માટે સમગ્ર ગાંધીનગરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.. મહાત્મા મંદિર, દાંડી કુટીર, હોટલ લીલા, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગિફ્ટ સીટી, ફ્લાયઓવર, ઉદ્યોગ ભવન અને સરકારી કચેરીઓ રંગ-બેરંગી મૂન લાઈટ અને થીમ બેઝ્ડ રોશની-લેઝર લાઈટથી ઝળહળી ઉઠ્યા છે..


વાઈબ્રન્ટ સમિટ 2024 માટે ત્રણ દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મહેમાન બન્યા છે.. જેમાં પ્રધાનમંત્રીની દેશ-વિદેશના રાષ્ટ્રાધ્યક્ષો અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક થશે.. જેના માટે મહાત્મા મંદિરમાં તમામ સુવિધાથી સજ્જ આખું PMO કાર્યાલય ઉભું કરવામાં આવ્યું.. જેમાં બે દિવસ પ્રધાનમંત્રી દુનિયાના મોટા નેતાઓ અને ઉદ્યોગપતિ સાથે બેઠકો યોજશે.


આ પણ વાંચોઃ મુંબઈ-અમદાવાદ રેલ કોરિડોરની સૌથી મોટી અડચણ દૂર, જાણો ક્યારે શરૂ થશે બુલેટ ટ્રેન


જેમાં સુઝુકી મોટર્સના CEO તોશીહીરો સુઝુકી, માઈક્રોનના CEO સંજય મેહરોતરા, સેમી કંપનીના CEO અજિત માનોચા, ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જના CEO જોન ટુટલે, ડીપી વર્લ્ડના CEO સુલતાન અહમદ બિન સુલાયેમ, પ્રમોશનલ પ્રૉડક્ટ લિ.ના CEO ડો. રામ મોહન, એમડી એવનસ્ટ્રેટના CEO આકાશ હેબ્બર, સિંગાપોર એક્સચેન્જના પ્રેસિડેન્ટ માઈકલ સીન, એશિયા પેસિફિકના CEO વરુણ ગુજરાલ, એપએમ ટર્મિનલના CEO કેઈથ સ્વિડન્સેન, લુલુ ગ્રુપના ચેરમેન યુસુફ અલી, એશિયન ડેવલપમેન્ટ બેંકના ડાયરેક્ટર જનરલ તાકીઓ કોનિશી, ફયુચરિયા ફયુલના CEO રિબેકા ગ્રોયેન, ન્યૂ ડેવલપમેન્ટ બેંકના VP વ્લાદિમીર કાઝબેકોવ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી, ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન, સન ફાર્માના MD દિલીપ સંઘવી, આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન લક્ષ્મી મિત્તલ અને વેલસ્પન ગ્રુપના કો-ફાઉન્ડર બાલક્રિષ્ના ગોયેન્કા ઉપસ્થિત રહેશે.


વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત યોજાનાર ગ્લોબલ ટ્રેડ શોએ પણ વિશેષ આકર્ષણ ઊભું કર્યું છે.. ટ્રેડ શોમાં 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં એક્ઝિબિશન થશે.. જેમાં 20 દેશોનો 1 હજારથી વધુ પ્રદર્શકો, 100 દેશ વિઝિટિગ પાર્ટનર અને 33 દેશ પાર્ટનર તરીકે ભાગ લેવાના છે.. જેમાં મેક ઈન ગુજરાત અને આત્મનિર્ભર ભારતના 13 જેટલા ખાસ સ્ટોલ હશે.. તો ગુજરાતી કંપનીએ તૈયાર કરેલ AI આધારિત રોબોટનું ગુજરાત પેવેલિયનમાં નિદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.


આ પણ વાંચોઃ વાઇબ્રન્ટ સમિટમાં જોવા મળશે ગુજરાતના આવકાર, ભોજન અને સંસ્કૃતિની ઝલક, જાણો વિગત


વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગર અને અમદાવાદના લોકો માટે નવું નજરાણું લઈને આવી છે...વાઈબ્રન્ટ સમિટ માટે ગિફ્ટ સિટીથી મહાત્મા મંદિર રૂટ પર ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસની શરૂઆત કરવામાં આવી છે.. જો કે વાઈબ્રન્ટ સમિટ બાદ આવી 5 ડબલ ડેકર બસની મુસાફરીની સરખેજથી ગાંધીનગર અને ગિફ્ટ સિટી સુધીના રોડ પર લોકો મજા માણી શકશે.


દેશ-વિદેશથી આવનારા મહેમાનો ગુજરાતની સંસ્કૃતિ અને વારસાથી અવગત થશે. સાથે સાથે ગુજરાતના ખાસ ભોજનનો સ્વાદ પણ માણસે.. વાઈબ્રન્ટ ગુજરાતમાં આવનારા મહેમાનોને ખાસ ડીશ પીરસવામાં આવનાર છે. 


જેમાં મહારાજા સ્પેશિયલ ડ્રીંક, શેહતૂત લેમન ડ્રીંક, પાતરા, ગાંઠિયા, સેવ-ખમણી, ખાખરા, ફાફડા, ત્રિપોલી મીર્ચ આલુ લબાબદાર, દાળ અવધિ, સબજ દમ બિરયાની, બાસમતી રાઈસ, ચીકુ અને પિસ્તાનો હલવો, રાજભોગ શ્રીખંડ, સિઝનલ ફ્રૂટ્સ અને વાટીદાળ ખમણ સહિતની વાનગીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube