પીએમ મોદીના આગમનને લઈને અમદાવાદના આ રોડ આજે રહેશે બંધ
- અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અગાઉ જાહેરનામું બહાર પાડીને ડ્રોન સહિતના રિમોટ આધારિત ઉડાડવાના સાધનો પર પ્રતિબંધ મૂક્યો છે.
- પીએમ મોદીના આગમનને પગલે રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં પોલીસનો કાફલ તૈનાત છે. તેમજ કેટલાક રોડ બંધ કરાયા છે
ઝી મીડિયા/બ્યૂરો :દેશના સૌપ્રથમ સી પ્લેનને પીએમ મોદી આજે ખુલ્લુ મૂકશે. સવારે 11.45 કલાકે તેઓ કેવડિયા વોટર એરોડ્રોમનું ઉદઘાટન કરશે અને તેના બાદ સાબરમતી રિવરફ્રન્ટ પર દેશના પહેલા સી પ્લેન (sea plane) નો પ્રારંભ કરશે. ત્યારે સૌ કોઈ અમદાવાદ રિવરફ્રન્ટ પર સી પ્લેન અને નરેન્દ્ર મોદી (narendra modi) ના આગમનની રાહ જોઈને બેસ્યા છે. સી પ્લેનને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ત્યારે બીજી તરફ, રિવરફ્રન્ટ આજે સામાન્ય જનતા માટે બંધ રાખવામાં આવ્યો છે. તો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અગાઉ જાહેરનામું બહાર પાડીને ડ્રોન સહિતના રિમોટ આધારિત ઉડાડવાના સાધનો પર પ્રતિબંધ મૂક્યો છે. તો આજે રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક પર પર પ્રતિબંધ લાગુ કરાયો છે. તો વડાપ્રધાનની મુલાકાતને પગલે રિવરફ્રન્ટ તરફના તમામ રસ્તાઓ પર સતત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : ‘હુ વિવાદોથી દૂર રહી આરોપો સહન કરતો રહ્યો...’ વિરોધીઓ પર PM મોદીએ કર્યા શાબ્દિક પ્રહાર
આ રોડ રહેશે બંધ
પીએમ મોદીના આગમનને પગલે રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં પોલીસનો કાફલ તૈનાત છે. તેમજ કેટલાક રોડ બંધ કરાયા છે, તો કેટલાક ડાયવર્ટ કરાયા છે. જેમાં રિવરફ્રન્ટના બંને તરફના માર્ગોને બંધ કરાયો છે. RTO સર્કલથી વાડજ સર્કલ સુધીનો માર્ગ બંધ કરાયો છે. એ સિવાય વાડજ સ્મશાનગૃહથી આંબેડકર બ્રિજ સુધીનો માર્ગ બંધ છે. સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી આ રૂટ બંધ રહેશે. તેથી અમદાવાદની જાહેરજનતાએ આ બાબતની નોંધ લેવી.
તો સી પ્લેન માટે રિવરફ્રન્ટ પર સૌથી મોટી સમસ્યા પક્ષીઓ બની રહેવાના છે. આજથી જે સી પ્લેન સુવિધા શરૂ થવા જઈ રહી છે, તેમાં પક્ષીઓનું ખાસ ધ્યાન રાખવુ પડશે, નહિ તો બર્ડ હિટની ઘટના બની શકે છે. બર્ડ હિટને અટકાવવા માટે રિવર ફ્રન્ટની બંને બાજુ 8 જેટલા બર્ડ સ્કેનર ગન રાખવામાં આવી છે. સી પ્લેનના ટેક ઓફ અને લેન્ડિંગ સમયે આ ગન દ્વારા પક્ષીઓને ભગાવાવમાં આવશે.