અમરેલી/કેતન બગડા: આવતીકાલે દેશના યશસ્વી વડાપ્રધાનનો જન્મદિવસ છે અને સાવરકુંડલાના સેવાભાવી યુવાન અને જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા મોદીજીના લાંબા આયુષ્ય માટે 73 કુંડી મહાયજ્ઞની તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. તેમ જ અદભુત નિમંત્રણ પત્રિકા દ્વારા નિમંત્રણો અપાઈ ચૂક્યા છે. ત્યારે શું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને સાવરકુંડલામા આવેલ આંખની હોસ્પિટલ ખાતે આવતીકાલની તડામાર તૈયારીઓ થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતનું ગૌરવ અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલાના સેવાભાવી યુવાન અને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા આવતીકાલે 73 કુંડી મહાયજ્ઞની તૈયારીઓ પૂર્ણતાને આરે છે. તેમજ મહત્વની બાબત એ છે કે દેશના વડાપ્રધાનની ગરીમાને શોભે તેવી અદભુત નિમંત્રણ પત્રિકા બનાવવામાં આવી છે અને નિમંત્રણો અપાય ચૂક્યા છે.


આ મહાયજ્ઞ મોદીજીના લાંબા આયુષ્ય માટે કરવામાં આવી રહ્યો છે. જેમાં 1100 દંપત્તિઓ બ્રાહ્મણોની સાક્ષીઓ મોદીજીના લાંબા આયુષ્ય માટે આહુતીઓ આપશે. આ મોદીજીના દીર્ઘાયુ માટે મહાયજ્ઞમાં દેશના અને ગુજરાતના રાજસ્વી મહાનુભાવો તેમજ સંતો પણ ઉપસ્થિત રહે છે. આ ઉપરાંત 73 ફૂટની હાઈટ ધરાવતા મોદીજીના એક મોટો કલટન પણ ઊભું કરવામાં આવશે. તેમજ મોદીજીના મહત્વના નિર્ણયો અને કાર્યોનું એક પ્રદર્શન પણ યોજનાર છે. તેમજ નેત્ર યજ્ઞ પણ યોજાનાર છે. 


નરેન્દ્ર મોદીજીની પ્રતિભા અને કાર્યશૈલીથી પ્રભાવિત આ યુવાન સમગ્ર ગુજરાતમાં આ મહાયજ્ઞ કરી જન્મદિવસ મનાવી રહ્યા છે, કારણ કે રામ મંદિર નિર્માણ, નર્મદા બંધની ઊંચાઈ અને 370 ની કલમ જેવા નિર્ણયોને સમગ્ર વિશ્વમાં ભારતને ઊંચું ફલક અને ઊંચી ખ્યાતિ અપાવનાર મોદીજીના લાંબા આયુષ્ય માટે અને તંદુરસ્ત માટે આ મહાયજ્ઞ આવતીકાલે શરૂ થશે. જેની તૈયારીઓ પૂર્ણતાને આરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube