• પીએમ મોદી પોતાના જૂના મિત્રોને ક્યારેય ભૂલતા નથી. તેઓ જે રાજ્ય, શહેર કે ગામની મુલાકાત લે ત્યાં તેમના જૂના પરિચિતોને અચૂક મળે છે. તેઓને મળવા માટે અનેકવાર પ્રોટોકોલ તોડતા જોવા મળ્યા છે


મુસ્તાક દલ/જામનગર :જામનગરમાં વડાપ્રધાનના નજીકના મિત્ર અને જનસંઘના હરીભાઈ આધુનિકનું નિધન થયું છે. દ્વારકાના રહેવાસી હરીભાઈ આધુનિકનું રાજકોટ ખાતે અવસાન થયું છે. હરિભાઈ આધુનિકના પાર્થિવ દેહને દ્વારકા ખાતે લઇ જવાશે. જ્યાં જામનગર ઠેબા બાયપાસ પાસે ભાજપના આગેવાનો હરિભાઈ આધુનિકના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપશે. સાંસદ અને રાજ્યમંત્રી સહિતના મહાનુભાવો શ્રદ્ધાંજલિ આપશે. વડાપ્રધાને તાજેતરમાં દ્વારકાની મુલાકાત સમયે હરિભાઈ આધુનિકની મુલાકાત લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ હરીભાઈને મળવા પ્રોટોકોલ તોડ્યો હતો
પીએમ મોદી (PM Modi) પોતાના જૂના મિત્રોને ક્યારેય ભૂલતા નથી. તેઓ જે રાજ્ય, શહેર કે ગામની મુલાકાત લે ત્યાં તેમના જૂના પરિચિતોને અચૂક મળે છે. તેઓને મળવા માટે અનેકવાર પ્રોટોકોલ તોડતા જોવા મળ્યા છે. ત્યારે 2017ના વર્ષમાં પીએમ મોદીએ દ્વારકાની મુલાકાત લીધી હતી. જ્યારે તેઓ દ્વારકા મંદિરમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમની નજર જૂના મિત્ર હરીભાઈ (Haribhai) પર પડી હતી. પોતાના મિત્રને જોઈને મોદીએ કાફલો રોક્યો અને તેમને મળવા પહોંચ્યા હતા.


આ પણ વાંચો : રાજકારણે કાકા-ભત્રીજાને એકબીજાના વેરી બનાવ્યા, અમદાવાદમાં ખોખરા વોર્ડમાં આરપારનો જંગ


હરીભાઈ અને મોદી એક જ રૂમમાં રહેતા હતા 
પોતાનો કાફલો રોકીને પ્રોટોકોલ તોડીને પીએમ મોદી (Narendra Modi) 52 વર્ષથી મિત્ર રહેલા જનસંઘ પ્રચારક હરિભાઈને મળ્યા હતાં. ત્યારે તેમની આ મુલાકાત ચર્ચામાં આવી હતી. જનસંઘ સમયે પીએમ મોદી અને હરીભાઈ સાથે એક જ રૂમમાં રહેતા હતાં. આ બંને મિત્રોએ સાથે સમય વિતાવ્યો હતો. તેથી જ દ્વારકાની મુલાકાત સમયે તેઓ હરીભાઈને મળવા દોડી આવ્યા હતા. 


આ પણ વાંચો : સુરતમાં ચૂંટણી જીતવા કોંગ્રેસને લોખંડના ચણા ચાવવા પડશે, એસસી સેલના પ્રમુખ ભાજપમાં જોડાયા