તેજસ દવે/મહેસાણા: 18 જૂને પ્રધાનમંત્રીના માતા હીરાબાને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે હીરાબાની કહાની જાણવા ZEE 24 કલાકની ટીમ તેમના પિયરમાં પહોંચી. હીરાબા મહેસાણાના વિસનગરમાં આવેલ દીપડા દરવાજાના રહેવાસી છે. ત્યારે ZEE 24 કલાકે હીરાબાની કહાની તેમના પાડોશીઓની જુબાનીએ જાણી હતી. જેમાં પાડોશમાં રહેતા લોકોએ તેમના બાળપણની વાતો વાગોળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે હીરાબાનું પરિવાર વર્ષો પહેલા મકાન વેચી અમદાવાદ સ્થાઈ થયો હતો. જેથી હાલ હીરાબાના મકાનનું રિનોવેશન કરી નવું મકાન બનાવવામાં આવ્યું છે. આ એ જ મકાન છે જ્યાં પ્રધાનમંત્રી મોદી માતા સાથે મામાના ઘરે જતા હતા.



બીજી બાજુ વડનગરમાં પીએમ મોદીના માતાશ્રી હીરાબાના જન્મ દિવસ નિમિત્તે હર્ષોઉલ્લાસ જોવા મળી રહ્યો છે, ત્યાં દિવાળી જેવો માહોલ છવાયો છે. 18 તારીખે હીરાબા સતાયુ વર્ષમાં પ્રવેશ કરતા વિવિધ કાર્યક્રમો યોજાશે. હાટકેશ્વર મંદિર ખાતે વિશેષ પૂજાનું પણ આયોજન કરાયું છે. હાટકેશ્વર મંદિર ખાતે સુંદરકાંડ, ભજન સંધ્યા, શિવ આરાધના યોજાશે. ગાયિકા અનુરાધા પાઉંડવાલ સુર સાધના પીરસી લોકોને મંત્રમુગ્ધ કરશે.


એટલું જ નહીં, વડનગરના હાટકેશ્વર મંદિરમાં એક નવચંડી યજ્ઞ અને સુંદર કાંડના પાઠનું આયોજન કર્યું છે. આ અવસર પર મંદિરમાં એક સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો પરિવાર દ્વારા આ દિવસે બપોરે અમદાવાદના જગન્નાથ મંદિરમાં બપોરના ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


મહેસાણા જિલ્લાના વડનગરમાં હીરાબાના જન્મદિવસે દિવાળી જેવો માહોલ જામ્યો છે. આવતીકાલે (18 જૂન) પીએમ મોદીના માતા હીરાબાનો જન્મ દિવસ છે. ત્યારે હીરાબાના પુત્ર પ્રહલાદભાઈ મોદીએ એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, હીરાબાના પુત્ર પ્રહલાદભાઈ મોદી દ્વારા જ્ઞાતિ ભોજનનુ આયોજન કરાયું છે. પ્રહલાદભાઈ દ્વારા નવચંડી યજ્ઞનું પણ આયોજન કરાયું છે. વડનગરની તમામ સ્કૂલના બાળકોને મગ અને શિરાનું ભોજન પણ અપાશે. આ પ્રસંગે હીરાબાના પરિવારજનો ઉપસ્થિત રહેશે.


નોંધનીય છે કે, પીએમ મોદીના માતા હીરાબા 18 જૂને તેમના જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કરશે. હીરાબાનો જન્મ 18 જૂન, 1923ના રોજ થયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube