અતુલ તિવારી/ ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં રોકાણકાર સમિટનું (Investor Summit) સંબોધન કર્યું છે. સ્વૈચ્છિક વાહન-ફ્લીટ આધુનિકીકરણ કાર્યક્રમ અથવા વાહન સ્ક્રેપિંગ પોલિસી (Vehicle scraping policy) હેઠળ વાહન સ્ક્રેપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Vehicle scraping infrastructure) સ્થાપવા માટે રોકાણને આમંત્રણ આપવા માટે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વ્હીકલ સ્ક્રેપ પોલિસીનું પીએમ મોદીના (PM Modi) હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VVMP હેન્ડબુકનું અનાવરણ કર્યા બાદ પીએમ મોદીએ (PM Modi) જણાવ્યું હતું કે, 75 માં સ્વતંત્રતા દિવસ (Independence Day) પહેલા આજનો કાર્યક્રમ આત્મનિર્ભર ભારતના (Self-reliant India) મોટા લક્ષ્યને સિદ્ધ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આજે આપણે સ્ક્રેપિંગ પોલિસી (Vehicle scraping policy) લોન્ચ કરી રહ્યાં છીએ, જે આવનારા સમયમાં નવા ભારતની મોબિલિટીને ઓટો સેક્ટરને (Auto Sector) નવી ઓળખ આપશે. અનફિટ વાહનોને માર્ગ પરથી હટાવવામાં આ પોલિસી મહત્વની સાબિત થશે.


આ પણ વાંચો:- #BhujThePrideOfIndia - રણછોડ પગીની પગલા પારખવાની કરામતથી હાંફી ગયેલાં પાકિસ્તાને તેમના માથા સાટે રુ. 50 હજારનું ઈનામ જાહેર કર્યું હતું


દેશની અર્થવ્યવસ્થા (economy) માટે મોબિલિટી મોટું ફેક્ટર છે. જેમાં ઇન્ડસ્ટ્રીના તમામ દિગ્ગજોની મોટી ભૂમિકા રહેશે. આ પોલિસી દેશમાં પ્રદૂષણ (Pollution) ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે. દેશમાં 10 હજાર કરોડથી વધુનું ઇન્વેસ્ટમેન્ટ (Investment) લાવશે. આપણે આઝાદીના 75 માં વર્ષમાં પ્રવેશ કરશું. વેપાર અને ધંધામાં, જીવનમાં અનેક પરિવર્તન આવશે. જે રીતે ટેકનોલોજી બદલાઈ રહી છે તેને જોતા જીવન અને ઇકોનોમિમાં ખૂબ મોટું પરિવર્તન આવશે.


આ પણ વાંચો:- સિંગલ ડોઝની Sputnik Light વેક્સીન ક્યારથી મળશે ભારતમાં, જાણો કેટલી હશે તેની કિંમત


ક્લાઈમેન્ટ ચેન્જની ચેલેન્જ આપણે રોજ અનુભવી રહ્યા છીએ. ભારત અને તેના નાગરિકોના હિત માટે મોટા પગલાં લેવા જરૂરી છે. એનર્જી ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામ થયું છે. આજે ભારત દુનિયાના અગ્રણી દેશોમાં સામેલ છે. રોડના નિર્માણમાં વેસ્ટનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયા છે. આ પોલિસીથી સામાન્ય પરિવારોને દરેક રીતે લાભ મળશે. નવી ગાડીની ખરીદી પર રજિસ્ટ્રેશન માટે નવો ટેક્સ નહીં આપવો પડે. રોડ ટેક્સમાં છૂટ મળશે. ઈંધણની બચત થશે.


આ પણ વાંચો:- હાથી સિમેન્ટ દુર્ઘટનામાં મોતનો આંકડો 3 પર પહોંચ્યો, જુહી ચાવલાના પતિ કરે છે આ ફેક્ટરીનું સંચાલન


જૂની ગાડીઓથી રોડ એક્સીડેન્ટનો ખતરો વધુ રહે છે, તેનાથી મુક્તિ મળશે. પ્રદૂષણમાં ઘટાડો થશે. ગાડી તેની એજ જોઈને સ્ક્રેપ નહીં કરીએ પંરતુ તેનો વૈજ્ઞાનિક રીતે ટેસ્ટ થશે. ગુજરાતના અલંગને શીપ રિસાકલિંગનું હબ માનવામાં આવે છે. આ ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ છે. મેન પાવર પણ ઉપલબ્ધ છે. ત્યારે અહીં ગાડીઓના સ્ક્રેપિંગનું મોટું હબ સાબિત થઈ શકે છે. વિશેષ રીતે સ્ક્રેપિંગથી જોડાયેલા કામદારોના જીવનમાં બદલાવ આવશે. અન્ય કર્મચારીઓને લાભ મળશે.


શું રિટાયરમેન્ટની ઉંમર વધારવા જઈ રહી છે સરકાર, જાણો PM ને સોંપવામાં આવેલા રિપોર્ટમાં એવું શું છે?


ઓટો અને મેટલ ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળશે. ગત વર્ષે 23 હજાર કરોડનું સ્ક્રેપ સ્ટીલ ઇમ્પોર્ટ કરવું પડ્યું હતું. એનર્જી રિકવરીના બરોબર છે. કિંમતી મેટલ છે, જેની રિકવરી નથી થઈ રહી. ટેક્નોલોજી આધારિત સ્ક્રેપિંગ થશે તો રિકવરી શક્ય બનશે. ઓટો મેન્યુફેક્ચરિંગ ચેઈન માટે જેટલું શક્ય પડે એટલું ઓછું ઇમ્પોર્ટ કરવું પડે. આ પ્રોગ્રામ દેશવાસીઓ અને ઓટો સેક્ટરમાં ઉર્જા ભરશે અને ગતિ લાવશે.


આ એક મોટું પરિવર્તન લાવનારી વ્યવસ્થા સાબિત થશે. ગુજરાતમાં આ પોલિસી લોન્ચ થઈ છે. રિસાયકલિંગ અને સર્ક્યુલર ભારતીય સારી રીતે સમજે છે. આપણા માટે નવું નથી. કચરામાંથી કંચન બનાવવાના આ અભિયાનમાં સૌ સાથે જોડાશે એવી મારી આશા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube