હાથી સિમેન્ટ દુર્ઘટનામાં મોતનો આંકડો 3 પર પહોંચ્યો, જુહી ચાવલાના પતિ કરે છે આ ફેક્ટરીનું સંચાલન

પોરબંદર (Porbandar) ના રાણાવાવની હાથી સિમેન્ટ ફેક્ટરીમાં ગઈકાલે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હાથી સિમેન્ટ (Hathi Cement) ફેકટરીમાં પિસ્તાલીસ ફુટ ઉંચી ચીમનીમાં રીપેરીંગ કામ ચાલતું હતું. રીપેરીંગ કામ માટે ચીમનીના અંદરના ભાગમાં માંચડો બાંધવામાં આવ્યો હતો. આ માંચડો એકાએક ધડાકાભેર તુટી પડતાં અંદર રીપેરીંગ કામ કરતા 6 મજૂરો દટાયા હતા. જેમાંથી ત્રણને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે મોતનો આંકડો 3 પર પહોંચ્યો છે. રાણાવાવમાં આવેલી સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીની ફેક્ટરીનું સંચાલન અભિનેત્રી જુહી ચાવલા (Juhi Chawla) ના પતિ જય મહેતા (Jay Mehta) હસ્તક છે. 

હાથી સિમેન્ટ દુર્ઘટનામાં મોતનો આંકડો 3 પર પહોંચ્યો, જુહી ચાવલાના પતિ કરે છે આ ફેક્ટરીનું સંચાલન

અજય શીલુ/પોરબંદર :પોરબંદર (Porbandar) ના રાણાવાવની હાથી સિમેન્ટ ફેક્ટરીમાં ગઈકાલે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હાથી સિમેન્ટ (Hathi Cement) ફેકટરીમાં પિસ્તાલીસ ફુટ ઉંચી ચીમનીમાં રીપેરીંગ કામ ચાલતું હતું. રીપેરીંગ કામ માટે ચીમનીના અંદરના ભાગમાં માંચડો બાંધવામાં આવ્યો હતો. આ માંચડો એકાએક ધડાકાભેર તુટી પડતાં અંદર રીપેરીંગ કામ કરતા 6 મજૂરો દટાયા હતા. જેમાંથી ત્રણને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે મોતનો આંકડો 3 પર પહોંચ્યો છે. રાણાવાવમાં આવેલી સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીની ફેક્ટરીનું સંચાલન અભિનેત્રી જુહી ચાવલા (Juhi Chawla) ના પતિ જય મહેતા (Jay Mehta) હસ્તક છે. 

પોરબંદર જિલ્લાના રાણાવાવમાં મહેતા ગૃપ દ્વારા સંચાલીત સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ કંપનીમાં ગંભીર અકસ્માતના મામલામાં 3 શ્રમિકોના મોત નિપજ્યા છે. જ્યારે 3 શ્રમિકો ઇજાગ્રસ્ત બનતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગઇકાલે બનેલી આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો હાથી સિમેન્ટના નામે જાણીતી આ કપંનીની અંદર 85 ફૂટ જેટલી ઉંચાઈ ધરાવતી ચીમનીનું સમારકામ ચાલી રહ્યુ હતું. ત્યારે આ સમારકામ દરમિયાન 45 ફૂટ જેટલી ઉંચાઈ પર કામ કરતી વેળાએ ઓચિંતો માંચડો ધરાશાયી થયો હતો. તે સમયે અહી કામ કરતા 6 શ્રમિકો એકાએક નીચે પટાકાતા દોડધોમ મચી ગઈ હતી. આ અંગેની જાણ જિલ્લા કલેક્ટરને થતા અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી.

ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા કલેક્ટર સાથે મુખ્યમંત્રીએ પણ ટેલિફોનિક વાત કરી અને રેસ્ક્યુ માટે ગાંધીનગરથી બે એનડીઆરએફની મોકલી હતી. NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આજે રેસ્ક્યુ કામગીરી પૂર્ણ થઇ ગઇ હોવા છતાં આ અંગે કંપનીના સંચાલકો તેમજ વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટ જાણકારી મીડિયાને અપાઈ નથી. જેથી કહી શકાય કે કંપની દ્વારા આ ઘટનાને લઈને ઢાંક પીછોડો કરવાના પૂરા પ્રયાસો થયા હતા. જેના લીધે જ મીડિયાને ગેટની અંદર પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા.

Porbandar: સિમેન્ટ ફેક્ટરીમાં સમારકામ દરમિયાન માચડો તૂટતાં 7 મજૂરો દટાયા, NDRF ની  2 ટીમો રવાના

45 ફુટ ઊંચી ચીમનીમાં અંદરથી કલર અને રીપેરીંગ કામ કરવા માટે જે માંચડો બનાવ્યો હતો, એ માંચડાના સૌથી ઉપરના ભાગની સ્ટે ફોલ્ડીંગ તુટતાં આખેઆખો માંચડો ઘડાકાભેર અંદર પડ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદર જિલ્લામાં સિમેન્ટ ફેકટરીમાં થયેલી દુર્ઘટના અંગે જિલ્લા કલેકટર સાથે ટેલીફોનીક વાતચીત કરીને માહિતી મેળવી હતી. NDRF ની ટીમ પણ રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ હતી. રેસ્ક્યૂ માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news