ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાના 8 દર્દીઓના મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની અંગે તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને આ ઘટના કઈ રીતે બની તેમજ તેની પાછળ જવાબદાર લોકો સહિતનો અહેવાલ રાજ્ય સરકારને તાત્કાલિક આપવા આદેશ કર્યા છે. તો બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગમાં મૃત્યુ પામલે દર્દીઓના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તો સાથે જ આગમાં ઘાયલ થયેલા દર્દીઓને 50,000 રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે. 


આગ બાદ શ્રેય હોસ્પિટલમાં બહાર દર્દીઓના સ્વજનોનો આક્રોશ, કહ્યું-હોસ્પિટલ સાચી માહિતી છુપાવી રહી છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. તેઓએ ટ્વિટમાં જણાવ્યું કે, અમદાવાદની એક હોસ્પિટલમાં આગની દુખદ ઘટના બની છે. જેને કારણે જાનમાલના નુકસાન અંગે મને દુખ છે. દુખના આ સમયમાં પ્રભાવિત પરિવારોની સાથે મારી સંવેદના છે. ઘાયલોને તાત્કાલિક જલ્દી રિકવરી મળે તે માટે મારી પ્રાર્થના છે. ઉલ્લેખનીય છે કે, હાલ અમિત શાહ પણ કોરોનાગ્રસ્ત છે, અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. 


અમદાવાદ: નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગ, અનેક કોરોના દર્દીઓના મૃત્યુ


ઉલ્લેખનીય છે કે, અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 8 દર્દીઓના મોત નિપજ્યા છે. દુખદ વાત એ છે કે, એએમસી દ્વારા આ હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરાયેલી છે. જેથી હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા હતા. હોસ્પિટલના ચોથા માળે આગ લાગી હતી. આગને પગલે હોસ્પિટલમાં ભારે અફરાતરફી સર્જાઈ હતી. આગને પગલે શ્રેય હોસ્પિટલના 41 જેટલા દર્દીઓને એસવીપી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. પ્રાથમિક તારણમાં આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું કહેવાય છે. જોકે, આગ કેવી રીતે લાગી તેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર