અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન ક્યાં સુધી રેડી થઈ જશે, અધિકારીએ આપી ખાસ માહિતી
Bullet Train : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે... બુલેટ ટ્રેન ગુજરાતના વડોદરા શહેરમાંથી પસાર થવાની છે... ત્યારે અમારા સંવાદદાતાએ શહેરમાંથી પસાર થનારી બુલેટ ટ્રેનના રૂટનું નિરીક્ષણ કર્યુ... આ બુલેટ ટ્રેન ક્યારે ચાલશે?... બુલેટ ટ્રેન દોડાવવા માટે કેવી તૈયારીઓ ચાલી રહી છે?... જોઈશું આ ખાસ રિપોર્ટમાં...
Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : વાત પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની થઈ રહી છે. હાલમાં તેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન ગુજરાતના વડોદરા શહેરમાંથી પણ પસાર થવાની છે. ત્યારે અમારા સંવાદદાતાએ બુલેટ ટ્રેનના રૂટનું નિરીક્ષણ કર્યુ. વડોદરામાં હાલ બુલેટ ટ્રેન સ્ટેશનના ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થયું છે. અને આવતા વર્ષના અંત સુધીમાં બુલેટ ટ્રેન સ્ટેશન તૈયાર થઈ જશે.
અમદાવાદ મુંબઈ વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન દોડવાની છે. ત્યારે આજે વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ડાયરેક્ટર વર્ક્સ કામગીરીનું નિરીક્ષણ કરવા તેમજ મીડિયાને માહિતગાર કરવા આવી પહોંચ્યા હતા. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કુલ લંબાઈ 508 કિલોમીટર છે અને પ્રોજેક્ટની કુલ કિંમત 1.08 લાખ કરોડ રૂપિયા છે. જાપાનની ટેક્નોલોજીથી આખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
- અમદાવાદથી મુંબઈ જવું બનશે સરળ
- માત્ર 2 કલાકમાં અમદાવાદથી મુંબઈ જવાશે
- 350 કરતાં વધુની સ્પીડે કરી શકાશે મુસાફરી
અત્યારસુધી પ્રોજેક્ટના 212 કિલોમીટર વાયડક્ટનું કામ પૂર્ણ કરી દેવાયું છે. બાકીનું કામ પ્રગતિ હેઠળ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે થાંભલા ફાઉન્ડેશનના 345 કિલોમીટરમાથી 333 કિલોમીટરના થાંભલાનું બાંધકામ થઈ ગયું છે. જ્યારે ગર્ડર કાસ્ટિંગના 245 કિલોમીટરમાથી 212 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ગયું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 100 ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે. ગુજરાતમાં સુરત અને આણંદ નજીક ટ્રેક બાંધકામ બેઝ સ્થાપવાની સાથે ટ્રેક નિર્માણ કાર્યની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રોજેક્ટ માટે 35000 મેટ્રિક ટનથી વધુ રેલ પ્રાપ્ત થઈ છે અને ચાર સેટ ટ્રેક બાંધકામ મશીનરી પ્રાપ્ત થઈ છે.
- બુલેટ ટ્રેનનું સ્વદેશી સ્ટેશન
- ભારતીય બુલેટ ટ્રેનના ટર્મિનલની ઝલક
- બુલેટ ટ્રેન 350ની સ્પીડે ક્યારે દોડશે?
- વડોદરાથી બુલેટ ટ્રેનનો ખાસ રિપોર્ટ
- માત્ર 2 કલાકમાં અમદાવાદથી મુંબઈ જવાશે
- 2026 સુધીમાં બુલેટ દોડતી જોવા મળશે
કુલ 11 નદી પર પુલ બનશે
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વર્કસ વિભાગના ડાયરેક્ટર પ્રમોદ શર્માએ જણાવ્યું કે, આ વાયડક્ટમાં પાર, પૂર્ણા, મીંઢોલા, અંબિકા, ઔરંગા, વેંગાનીયા, મોહર, ઢાઢર, કોલાક, વાત્રક અને કાવેરી નદી મળી કુલ 11 નદીઓ પરના પુલનો સમાવેશ થાય છે. બુલેટ ટ્રેનને 320 પ્રતિ કલાક કિલોમીટરની ઝડપે દોડાવવામાં આવશે, જેની સ્પીડ વધુમાં વધુ 350 કિલોમીટર સુધી લઇ જવાશે. વર્ષ 2026માં સુરત બીલીમોરા વચ્ચે ટ્રાયલ રન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. મહત્વની વાત છે કે પ્રોજેક્ટ માટે સિવિલ અને ટ્રેકની તમામ મશીનરી ભારતમાં જ બની રહી છે. ટ્રેકના બંને તરફ આજની તારીખે 87.5 કિલોમીટરના પટ્ટા પર નોઈસ બેરિયર લગાવવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 8 કિલોમીટરનો રૂટ છે. જેમાં 50 ટકા કામ પૂર્ણ થયું છે.
[[{"fid":"593161","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"bullet_train_zee.png","field_file_image_title_text[und][0][value]":"bullet_train_zee.png"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"bullet_train_zee.png","field_file_image_title_text[und][0][value]":"bullet_train_zee.png"}},"link_text":false,"attributes":{"alt":"bullet_train_zee.png","title":"bullet_train_zee.png","class":"media-element file-default","data-delta":"1"}}]]
અમદાવાદથી મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેનના 12 સ્ટેશન બનવાના છે, જેમાં ગુજરાતમાં વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી ખાતે સ્ટેશન બનશે. જ્યારે મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે, વિરાર, બોઇસરમાં સ્ટેશન બનશે. વડોદરા સહિત ગુજરાતમાં બની રહેલા તમામ સ્ટેશન લોકલ થીમ આધારિત બનશે. તમામ રેલવે સ્ટેશનનું ફાઉન્ડેશન કાર્ય પૂર્ણ થયું છે અને ડિસેમ્બર 2025 સુધી તમામ બુલેટ ટ્રેનના સ્ટેશન બનીને તૈયાર હશે.
વડોદરા સ્ટેશનની ખાસિયતની વાત કરીએ તો…
- 3 માળનું સ્ટેશન બનશે
- 2 ટાપુ પ્લેટફોર્મ રહેશે
- 4 ટ્રેક રહેશે
- સ્ટેશનની ઉંચાઈ 34.5 મીટરની હશે
- 16467 ચોરસ મીટર વિસ્તારમાં પંડ્યા બ્રિજ નજીક બુલેટ ટ્રેનનું વડોદરામાં સ્ટેશન બનશે
- બુલેટ ટ્રેનના સ્ટેશનની ડિઝાઈન વડના વૃક્ષની પ્રોફાઈલ અને પર્ણસમૂહથી પ્રેરિત હશે.
- હાલમાં સ્ટેશનના પહેલા માળના સ્લેબ કાસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે, 10 સ્લેબમાંથી 1 સ્લેબ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયો છે
- સ્ટેશનમાં પ્રતીક્ષાલય, નાના બાળકોની સંભાળ, રેસ્ટ રૂમ, શૌચાલયો, રિટેલ, કોમર્શિયલ દુકાનો અને સાઇનેજ હશે
- એક બિઝનેસ ક્લાસ લોન્જ પણ હશે
- લોકરની સુવિધા હશે
- કાર, બસ, થ્રી વ્હીલર્સ માટે પાર્કિંગ સુવિધા હશે
મહત્વની વાત છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જેટલી ઝડપી કામ ચાલી રહ્યું છે. તેટલી સારી ટ્રેનિંગ પણ કર્મચારી અને અધિકારીઓને આપવામાં આવી રહી છે. પ્રતાપનગર ખાતે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનનું ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવ્યું છે. ત્યાં વર્ષ 2020માં અલગ અલગ પ્રકારના બે ટ્રેક બનાવવામા આવ્યા છે. 3 માળની એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે. જ્યારે કર્મચારી અધિકારીઓને રહેવા માટે હોસ્ટેલ પણ બનાવી છે.
[[{"fid":"593162","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"bullet_train_zee2.png","field_file_image_title_text[und][0][value]":"bullet_train_zee2.png"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"bullet_train_zee2.png","field_file_image_title_text[und][0][value]":"bullet_train_zee2.png"}},"link_text":false,"attributes":{"alt":"bullet_train_zee2.png","title":"bullet_train_zee2.png","class":"media-element file-default","data-delta":"2"}}]]
પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટનું વર્ષ 2026માં સુરત થી બીલીમોરા વચ્ચે ટ્રાયલ રન થશે, ત્યારબાદ તેમા સફળતા મળતાં દેશવાસીઓને બુલેટ ટ્રેનને ભેટ મળશે અને દેશવાસીઓ બુલેટ ટ્રેનની મુસાફરી કરીને રફ્તારનો આનંદ માણી શકશે…
ડિસેમ્બર 2025 સુધી બધુ તૈયાર
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કુલ લંબાઈ 508 કિલોમીટર છે. જેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે 12 સ્ટેશન બનશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 1.08 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે... અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના સ્ટેશન ડિસેમ્બર 2025 સુધી તૈયાર થઈ જશે. તેના પછી બુલેટ ટ્રેનની ટ્રાયલ શરૂ થશે અને 2026 સુધીમાં બુલેટ ટ્રેન દેશમાં દોડતી જોવા મળશે.