PM ના નજીકના મિત્રનું અવસાન, દ્વારકાની મુલાકાત વખતે પ્રોટોકોલ તોડીને મિત્રને મળ્યા હતા નરેન્દ્ર મોદી
સાંસદ પૂનમબેન માડમ તેમજ રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરા અને ભાજપ તેમજ આર.એસ.એસ અને સંઘના આગેવાનો સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ આપી હતી.
મુસ્તાકદલ, જામનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નજીકના મિત્ર અને જુના જનસંઘી હરિભાઈ ભુંડિયાનું (આધુનિક) આજે રાજકોટમાં નિધન થયું છે ત્યારે આજે જામનગરના ઠેબા ચોકડી ખાતે જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ તેમજ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા આરએસએસ અને સંઘ તેમજ ભાજપના આગેવાનોએ હરીભાઈના પાર્થિવ દેહને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
દ્વારકાના ભાજપના પાયાના કાર્યકર હરિભાઈ કલ્યાણજી ભૂંડિયા ( આધુનિક ) નું 88 વર્ષની વયે રાજકોટ હોસ્પિટલમાં આજે સવારે દુઃખદ અવસાન થયેલ છે. હરિભાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાથીદાર હતા . તેઓએ ભાજપ વિશ્વ હિન્દુ પરિષદ અને RSS સાથે રઈને હિન્દુ ધર્મના રક્ષણ માટે મહત્વ ની સેવા આપી હતી. પ્રજાને થતા અન્યાય બાબતે તેઓએ લડત કરીને અનેક વખત જેલ વાસ પણ ભોગવ્યો હતો.
જુનાગઢની હોટલમાં સિંહ જોવા મળી જાય તો નવાઇ નહી, વિશ્વાસ ન થતો તો જોઇ લો Video
હરિભાઈ આધુનિકના પાર્થિવ દેહને દ્વારકા ખાતે લઇ જવામા આવી રહ્યો છે ત્યારે જામનગરના ઠેબા ચોકડી પાસે હરિભાઈ આધુનિકના પાર્થિવ દેહને સાંસદ પૂનમબેન માડમ તેમજ રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરા અને ભાજપ તેમજ આર.એસ.એસ અને સંઘના આગેવાનો સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રીએ પી.એમ.ના પ્રોટોકોલ તોડીને પણ તાજેતરમાં દ્વારકાની ખાતેની મુલાકાત સમયે હરિભાઈ આધુનિકની મુલાકાત લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube