હિતલ પારેખ, ગાંધીનગર : ગુજરાત વિધાનસભા (Gujarat Assembly Election 2022) ની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાત (Gujarat) માં આપ પાર્ટી (Aam Aadmi Party) ના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) નું આક્રમણ અસાધારણ જોવા મળ્યું છે. જો કે હવે ભાજપ દ્વારા તેનો જવાબ આક્રમકતાથી આપવાનો નિર્ણય લેવામાં આવ્યુ હોવાનું જાણવા મળે છે. અત્યાર સુધી આપના પ્રચાર આક્રમણ સામે ગુજરાત ભાજપ પાસે માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જ ચહેરાનો ઉપયોગ કરવામાં આવતો હતો. પણ હવે ગુજરાતના મૃદુલ અને મક્કમ રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માં આપ પાર્ટી દ્વારા સીધી જ પ્રચારથી માંડીને તમામ રણનીતિ આક્રમક રાખવામાં આવી છે. જેના કારણે ભાજપની મુશ્કેલીઓ વધી છે. પ્રધાનમંત્રીએ પણ આપના આક્રમણને ખાળવાના પ્રયાસો કર્યા છે. જો કે તેમા પ્રધાનમંત્રીને ઇમેજને નુકસાન થતુ લાગ્યુ. આથી જ ભાજપ દ્વારા ગુજરાતમાં પ્રચારની રણનીતિ બદલવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

Gujarat BJP નેતાઓ સાથે PM મોદીએ યોજી બેઠક, તૈયાર કરી ચૂંટણીની રણનીતિ


ભાજપ (BJP) ના સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ની બે દિવસની ગુજરાત મુલાકાત દરમ્યાન આ રણનીતિમાં બદલાવ લાવવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર જે બે અઢી કલાક મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી વચ્ચેની બેઠકમાં આ નવી રણનીતિ ધડવામાં આવી હોવાની રાજકીય ચર્ચા ચાલી રહી છે. જે અંતર્ગત જ પ્રથમવાર કચ્છના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રીની હાજરીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આપ પાર્ટી સામે આક્રમક નિવેદન કરવામાં આવ્યું હતું.


ગુજરાત વિરોધી મેઘા પાટકર (Medha Patkar) નો સહારો લઇ આપ પાર્ટી સામે મોરચો ખોલવામાં આવ્યો છે. ભાજપના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હવે આવનાર સમયમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આપ પાર્ટી સામે મોરચો સંભાળશે. પ્રધાનમંત્રી દ્વારા પણ કમલમમાં યોજાયેલી કોર કમિટિની બેઠકમાં આ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યુ હોવાનું જાણવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube