જામનગર :જામનગરની જાહેર સભામાં મોંઘવારી મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિરોધીઓ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, દુનિયાની સરખામણીએ આપણો દેશ આજે મજબૂત સ્થિતિમાં છે અને ભારતની મજબૂત સ્થિતિ જોઈને કેટલાક લોકોની સવારની ચા બગડી જતી હશે. પ્રધાનમંત્રીએ ઉદાહરણ સાથે કહ્યું કે, ઇંગ્લેન્ડમાં 50 વર્ષની સૌથી વધુ મોંઘવારી છે. અમેરિકામાં 45 વર્ષની સૌથી વધુ મોંઘવારી છે. દુનિયાભરના લોકો લખે છે દુનિયા મંદીના મોજામાં ડૂબી રહી છે. વર્લ્ડ બેંક અને IMFવાળા લખે છે. મોટા મોટા અર્થશાસ્ત્રીઓ લખે કે આખી દુનિયા મંદી તરફ ગતિ કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, વિકસિત દેશોના વિકાસદર બેસી ગયા છે. વિકસિત દેશોમાં વ્યાજદર વધી ગયા છે. આખી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ઉથલપાથલ મચી ગઈ છે, પરંતુ એક માત્ર ભારત, સ્થિર ગતિથી ડગ આગળ માંડી રહ્યું છે. જી હા... ભારત મક્કમતાથી ડગ આગળ માંડી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયાની પહેલી પાંચ ઈકોનોમીમાં આપણો નંબર આવી ગયો
આ સાથે જ પ્રધાનમંત્રીએ હજારોની જનમેદની સામે જામનગરમાં ગુજરાતીમાં રણટંકાર કરતાં કહ્યું કે, 2014 પહેલાં ભારતનું અર્થતંત્ર દુનિયામાં 10 માં નંબરે હતું. આપણે આઠ વર્ષમાં જ દસમા નંબરથી કૂદકો લગાવીને પાંચમા નંબરે પહોંચી ગયા છે. પીએમ મોદીએ કહ્યું કે, દુનિયાની પહેલી પાંચ ઈકોનોમીમાં આપણો નંબર આવી ગયો છે. 10 થી 6 નંબર સુધી તો કોઈએ નોંધ ના લીધી, પરંતુ જેવા આપણે પાંચમા નંબરે પહોંચ્યા તો આખા દેશના લોકોમાં એક નવી ઊર્જા આવી ગઈ. કેમ કે, જેમણે આપણને અઢીસો વર્ષ ગુલામ રાખ્યા હતા એમને આપણે પાછળ ધકેલી દીધા છે.


આ પણ વાંચો : જામનગરમાં એક શખ્સને મળવા પીએમ મોદીએ તોડી સુરક્ષા, જઈને સ્વીકારી ખાસ ભેટ


ગેરકાયદે દબાણો પર કરાયેલી સ્ટ્રાઈકના કર્યા વખાણ
ગુજરાતમાં ગેરકાયદે દબાણો પર ચાલતી બુલડોઝર સ્ટ્રાઈકનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભરપૂર વખાણ કર્યાં છે. તેમણે કહ્યું કે, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીનો અનુભવ ગુજરાતને બરાબર થયો છે. સમુદ્રની પટ્ટી ઉપર ગેરકાયદેસર બાંધકામો કરી કરીને જે લોકોએ દબાણ કર્યું હતું એ ચુપચાપ સફાચટ કરી દેવામાં આવ્યાં છે. ભૂપેન્દ્રભાઈ અભિનંદન. પીએમ મોદીએ કહ્યું કે- મક્કમ લીડરશીપની નીચે સુધી ખબર પહોંચી જતી હોય છે. કોઈ પણ વિરોધ વગર પોટલું બાંધીને બધાએ કહ્યું કે ભાઈ કશો વાંધો નહીં, તમારું છે લઈ લો. આ મક્કમતાનું પરિણામ છે. કેટલી બધી જમીન ખુલ્લી થઈ છે અને બેટ દ્વારકાનું સન્માન ફરીથી વધ્યું છે. બધા સંતોનાં નિવેદન જોયાં તેનાથી આનંદ થયો છે તેવું પણ પીએમ મોદીએ કહ્યું છે.. આખા ગુજરાતના સમુદ્ર કિનારા પર સફાઈ કરી રહ્યા છે ભૂપેન્દ્રભાઈ. હોંકારા-પડકારા કરનારા અડધા કલાકમાં સમજી ગયા કે ભાઈ આમાં કંઈ ચાલે એમ નથી. 



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે  સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કર્યું. રૂ.300 કરોડથી વધુના ખર્ચે લિંક-1 પેકેજ-5નું અને રૂ.700 કરોડથી વધુના ખર્ચે લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કર્યું. જેથી સૌરાષ્ટ્રના જળાશયો ભરાતા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. તેનાથી એક લાખથી વધુ એકર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે. સૌની યોજાનાના બીજા તબક્કામાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના 55થી વધુ ગામને મળશે સિંચાઈ અને પીવાનું પાણી મળશે. રૂ.300 કરોડથી વધુના ખર્ચે સૌની યોજનાના લિંક-1 પેકેજ-5 નિર્માણથી જામનગર અને દેવભૂમિ દ્વારકાના 5-5 જળાશયો પાણીથી છલકાશે. 11 પંપ અને 66 કિ.મી. લાંબી પાઇપલાઇનથી કુલ 10 જળાશયો પાણીથી ભરાશે. જામનગરના 2 અને દેવભૂમિ દ્વારકાના 3 એમ કુલ 5 જળાશયોમાંથી પીવાનું પાણી અપાશે. જામનગરના અંદાજિત 32 ગામોના 21,061 એકર વિસ્તારમાં લાભ મળશે. દેવભૂમિ દ્વારકાના અંદાજિત 23 ગામોના 10,782 એકર વિસ્તારને લાભ થશે. કુલ 31,843 એકર વિસ્તારને સિંચાઇના પાણીનો લાભ મળશે. 


સાથે જ જામનગર જિલ્લાના હરિપર ગામે નિર્મિત રૂ.176 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયો 40 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. સોલાર પ્લાન્ટથી પ્રતિ વર્ષ 105 મિલિયન યુનિટથી વધુનું વીજ ઉત્પાદન થશે. સાથે જ વાલ્મીકી સમાજ કોમ્યુનીટી હોલનું ઈ-લોકાર્પણ કર્યું.