અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આદિવાસીઓના વિકાસ માટે 15 નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસ પર 24000 કરોડ રૂપિયાની યોજના લોન્ચ કરશે. આ આઝાદી બાદ દેશમાં આ પ્રકારની પ્રથમ યોજના છે. તેને પીએમ પીવીટીજી (Particularly Vulnerable Tribal Groups)ડેવલોપમેન્ટ મિશન નામ આપવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં આ મિશનની જાહેરાત કરવામાં આવી છે. તેનો ઈરાદો વિશેષ રૂપથી સંવેદનશીલ જનજાતિ સમૂહોની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધાર કરવાનો છે. દેશમાં 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 75 આવી જનજાતિઓ છે. તે 200 જિલ્લામાં 22544 ગામોમાં રહે છે અને તેની વસ્તુ 28 લાખ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જનજાતિઓ મોટા ભાગના જંગલોમાં રહે છે, જ્યાં સુધી પહોંચવુ સરળ નથી. આ કારણ છે કે તેની જરૂરીયાતોને ધ્યાનમાં રાખી આ યોજના બનાવવામાં આવી છે. સરકારી સૂત્રો પ્રમાણે મિશન હેઠળ આ જનજાતિય વિસ્તારમાં રોડ અને ટેલિકોમ કનેક્ટિવિટી, વીજળી, હાઉસિંગ, સાફ પેજળ અને સફાઈ, સિક્ષણ, સ્વાસ્થ્ય અને પોષણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે તેને આજીવિકાની તક પણ આપવામાં આવશે. આ મિશનને નવ મંત્રાલયોની 11 યોજનાઓ દ્વારા લાગૂ કરવામાં આવશે. યોજનાની કેટલીક શરતોમાં ઢીલ આપવામાં આવશે. 


આ પણ વાંચોઃ પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વગર બીજી મહિલા સાથે સંબધ રાખતા હોવ તો સાવધાન!...


બિરસા મુંડાના ગામમાં હશે પીએમ મોદી
પીએમ મોદી 15 નવેમ્બરે અમર શહીદ બિરસા મુંડાના જન્મસ્થળ ઉલિહાતૂમાં રહેશે. સૂત્રો પ્રમાણે પીએમ મોદી 14 નવેમ્બરની સાંજે રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ તે રાંચી એરપોર્ટથી રાજભવન સુધી રોડ શો કરશે. 15 નવેમ્બરની સવારે તેઓ સૌથી પહેલા રાજધાનીના જેલ ચોક સ્થિત ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન સહ સ્વતંત્રતા સેનાની સંગ્રહાલય જશે. ત્યારબાદ રાંચી એરપોર્ટથી હેલીકોપ્ટરથી ખુંટી માટે રવાના થશે. પીએમ મોદી ઉલિહાતૂમાં ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળમાં તેમની પ્રતિમા પર માલ્યાર્પણ કરશે અને પીવીટીજી મિશનને લોન્ચ કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube