પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વગર બીજી મહિલા સાથે સંબધ રાખતા હોવ તો સાવધાન!...જાણો હાઈકોર્ટે શું કહ્યું?

Bigamy In India: પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વગર બીજી મહિલા સાથે સંબંધ રાખનારા પુરુષને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પોલીસ સુરક્ષા આપવાનો ઈન્કાર કરી દીધો.

પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વગર બીજી મહિલા સાથે સંબધ રાખતા હોવ તો સાવધાન!...જાણો હાઈકોર્ટે શું કહ્યું?

Bigamy In India: પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વગર બીજી મહિલા સાથે સંબંધ રાખનારા પુરુષને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પોલીસ સુરક્ષા આપવાનો ઈન્કાર કરી દીધો. કોર્ટે કહ્યું કે પરિણીત પુરુષ એક અન્ય મહિલા સાથે વાસનાભરેલું જીવન જીવી રહ્યો છે. તેને IPC ની કલમ 494 હેઠળ દ્વિવિવાહ (Bigamy) ના અપરાધ બદલ જવાબદાર ઠેરવી શકાય છે. 

જસ્ટિસ કુલદીપ તિવારી લિવ ઈન કપલ માટે પોલીસ સુરક્ષા આપવાની માંગણી પર સુનાવણી કરી રહ્યા હતા. કોર્ટે એ જોતા સુરક્ષાનો આદેશ આપવાની ના પાડી દીધી કે વ્યક્તિ પહેલેથી જ પરિણીત છે અને તેને બે વર્ષની પુત્રી પણ છે. 

હાઈકોર્ટે શું કહ્યું?
હાઈકોર્ટે કહ્યું કે પહેલી પત્ની સાથે છૂટાછેડા લીધા વગર અરજીકર્તા બીજી મહિલા સાથે વાસનાપૂર્ણ અને વ્યાભિચારી જીવન જીવી રહ્યો છે, જે આઈપીસીની કલમ 494/495 હેઠળ દંડનીય અપરાધ બની શકે છે કારણ કે આવો સંબંધ વિવાહની પ્રકૃતિમાં 'લિવ ઈન રિલેશનશીપ' કે 'રિલેશનશિપ'ના વાક્યાંશ હેઠળ આવતો નથી. 

અત્રે જણાવવાનું કે આઈપીસીની કલમ 494 હેઠળ દ્વિવિવાહ દંડનીય છે અને દંડ સાથે મહત્તમ સાત વર્ષની સજા પણ થઈ શકે છે. આ મામલામાં કોર્ટને જણાવવામાં આવ્યું કે વ્યક્તિ અને તેની પત્ની વચ્ચે ડિવોર્સનો મામલો ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ છે. 

કોર્ટે કહ્યું કે તે વ્યક્તિની હરકતો હજુ પણ આઈપીસીની કલમ 494 (પતિ કે પત્ની જીવનકાળ દરમિયાન ફરીથી લગ્ન કરવા) અને 495 ( તે વ્યક્તિ સાથે પૂર્વ વિવાહને છૂપાવવો જેની સાથે બીજા લગ્નનો કરાર કરાયો છે) હેઠળ અપરાધ હોઈ શકે છે. 

શું છે મામલો
લિવ ઈન કપલે પોતાના પરિવારો વિરુદ્ધ પોલીસ સુરક્ષાની માંગણી કરતા કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે જ્યાં આ સંબંધને પુરુષના પરિવારના સભ્યોએ સ્વીકારી લીધો છે ત્યાં મહિલા (પાર્ટનર)ના પરિવારના સભ્યોએ તેને મારી નાખવાની ધમકી આપી છે. જસ્ટિસ તિવારીએ કહ્યું કે અરજીમાં આવી ધમકીઓના સંબંધમાં માત્ર પાયાવિહોણા અને અસ્પષ્ટ આરોપ લગાવવામાં આવ્યા છે. આ આરોપોના સમર્થન કરવા માટે રેકોર્ડ પર કોઈ સામગ્રી રજૂ કરાઈ નથી કે ન તો એવા કોઈ ઉદાહરણનો હવાલો અપાયો છે કે આ પ્રકારની ધમકીઓ કેવી રીતે અપાઈ. આ સાથે જ હાઈકોર્ટે આ કપલની અરજી ફગાવી દીધી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news