ગિરનાર પર બનેલો રોપવે માત્ર 7 મિનીટમાં અંબાજી મંદિર સુધી પહોંચાડશે, ભાડું માત્ર 400 રૂપિયા
- દર કલાકે બંને તરફ ૮૦૦ જેટલા યાત્રિકો અવર-જવર કરી શકશે. રોપવેનો કોચ પ્રતિ સેકન્ડ 6 મીટરની ઝડપથી પસાર થશે.
- રોપવેની ટ્રોલી 8 મિનિટમાં એક ટ્રિપ પૂર્ણ કરશે. 36 સેકન્ડે ટ્રોલી ઊપડશે અને એક કલાકમાં 800 શ્રદ્ધાળુ 25 ટ્રોલીમાં અંબાજી મંદિરે પહોંચી જશે.
- ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત પર અંબાજી માતાનું મંદિર 2.3 કિ.મી. દૂર છે. આ અંતર રોપવે દ્વારા માત્ર 7 મિનિટમાં કાપી શકાશે.
ઝી મીડિયા/બ્યૂરો :એશિયા સૌથી મોટા રોપ-વે ગિરનાર રોપવેને આજે લોકો માટે ખુલ્લો મૂકાશે. જૂનાગઢ ગિરનાર પરના 2.3 કિલોમીટર લાંબા રોપ-વે (Girnar ropeway) પ્રોજેક્ટનું આજે 24 ઓક્ટોબરે PM મોદી ડિજિટલ ઉદ્ધાટન કરશે. જેના બાદ ગિરનાર રોપવે એશિયાનો સૌથી મોટો રોપ વે બની રહેશે. આ રોપ-વેમાં 9 ટાવર ઊભા કરાયેલા છે. તેમાં 25 કોચ હશે. જેમાં એક કોચમાં ગ્લાસ ફ્લોરિંગનું કેબિન હશે. આ દરેક કોચમાં એક સાથે 8 જેટલા પેસેન્જર બેસી શકશે. આ રોપ-વે એક કલાકમાં 800 પેસેન્જર અને રોજના 8000 પેસેન્જરને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. રોપ-વે પેસેન્જર્સને 900 મીટરની ઊંચાઈ સુધી લઈ જશે. જે 5000 પગથિયા જેટલી ઊંચાઈ થાય છે. રોપ વેનો સૌથી ઊંચો પિલ્લર 66 મીટર ઊંચો છે.
આ પણ વાંચો : અમદાવાદના રસ્તા પર AMTS બની મોતની સવારી, અમરાઈવાડી પાસે વૃદ્ધ મહિલાને કચડી
રોપ-વેમાં બેસીને મા અંબાના દર્શન કરશે મુખ્યમંત્રી રૂપાણી
પ્રધાનમંત્રી આજે સવારે 10.30 કલાકે નવી દિલ્હીથી વીડિયો લિંક દ્વારા ગુજરાતના ત્રણ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરવાના છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સૌરાષ્ટ્રના જુનાગઢથી તેમજ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અમદાવાદથી આ ઇ-લોકાર્પણમાં સહભાગી થશે. સવારે 10 કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આગમન થસે. જેમા મંત્રી સૌરભ પટેલ, જવાહર ચાવડા, વાસણ આહીર, વિભાવારીબેન દવે, સાંસદ રાજેશ ચુડાસમા સહિત નેતાઓ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રોપવે તેમજ ખેડૂતોની કિશાન સર્વોદય યોજનાનું વર્ચ્યુલ લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી સવારે 11:30 કલાકે રોપવેના લોવર સ્ટેશનનું નિરીક્ષણ કર્યા બાદ રોપવેમાં બેસશે. જ્યાંથી અંબાજી મંદિરમાં મા આંબાના દર્શન પૂજન અર્ચન કરશે.
એશિયાના સૌથી લાંબા ૨.૩ કિ.મી. લંબાઇ ધરાવતાં તેમજ દેશના અદ્યતન ટેકનોલોજીયુકત આ રોપ-વે દ્વારા રોજના હજારો યાત્રિકો હવે સરળતાએ અને પગથિયા ચઢ્યા વિના ગિરનારની ટોચે પહોંચી શકશે.
આ પણ વાંચો : જાણો કયા કર્મચારીઓને મળશે મોદી સરકારનું દિવાળી બોનસ
- પ્રત્યેક ટ્રોલી કેબિનમાં ૮ વ્યકિતની ક્ષમતા ધરાવતી કુલ રપ ટ્રોલી કેબિન આ રોપ-વે માં કાર્યરત રહેશે
- દર કલાકે બંને તરફ ૮૦૦ જેટલા યાત્રિકો અવર-જવર કરી શકશે.
- રોપવેનો કોચ પ્રતિ સેકન્ડ 6 મીટરની ઝડપથી પસાર થશે. અંબાજી ખાતે બનાવવામાં આવેલો રોપવે પ્રતિ સેકન્ડ 2.75 મીટરની ઝડપથી ચાલે છે.
- રોપવેની ટ્રોલી 8 મિનિટમાં એક ટ્રિપ પૂર્ણ કરશે.
- 36 સેકન્ડે ટ્રોલી ઊપડશે અને એક કલાકમાં 800 શ્રદ્ધાળુ 25 ટ્રોલીમાં અંબાજી મંદિરે પહોંચી જશે.
- ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત પર અંબાજી માતાનું મંદિર 2.3 કિ.મી. દૂર છે. આ અંતર રોપવે દ્વારા માત્ર 7 મિનિટમાં કાપી શકાશે.
- 50થી વધુ વર્ષનો અનુભવ ધરાવતી ઉષા બ્રેકો દ્વારા અંદાજિત 130 કરોડના ખર્ચે રોપવે બનાવાયો છે, જેનું સંચાલન, જાળવણી પણ કંપની જ કરશે.
રોપ-વેનું ભાડું કેટલું
મુસાફરો માટે રોપ-વેનું ભાડુ પણ નક્કી કરી લેવાયું છે. 16 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ટુ-વે ટિકીટનો દર 750 રાખવામાં આવ્યો છે. તો વન-વે ટિકીટ ભાડું 400 રૂપિયા છે. તેમજ બાળકો માટે ટિકીટ 300 રૂપિયા છે.
ટુરિઝમને વેગ મળશે, રોપ-વે પરથી ગીરના જંગલો જોઈ શકાશે
ગુજરાતના વિશ્વખ્યાતિ સમા એશિયાટીક લાયન જોવા માટે આવતા લાખો પર્યટકો માટે પણ આ રોપ-વે એક નવું પ્રવાસન નજરાણું બનશે. રોપ-વે દ્વારા ગિરનારના જંગલને ઊંચાઇએથી જોવાનો અનેરો આહલાદ લ્હાવો પર્યાવરણ પ્રેમીઓને મળશે. જેના પરિણામે રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. તથા સ્થાનિક કક્ષાએ વધુ રોજગારીનું પણ સર્જન થશે.