તેજસ દવે, મહેસાણા: ગુજરાતમાં PMO ઓફિસ ના કર્મચારી તરીકેની ખોટી ઓળખાણ આપી ગુજરાત ના અલગ અલગ ધાર્મિક સ્થળો તેમજ પર્યટક સ્થળોની વીઆઇપી તરીકે દર્શન કરતી ટોળકી ઝડપાઇ છે. આ ટોળકીએ બહુચરાજી મંદિરમાં પણ ખોટી ઓળખ આપી દર્શન કર્યા હોવાનું સામે આવતા 5 લોકો સામે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Cyclone ના લીધે ઋતુચક્રમાં ફેરફાર, દરિયામાં માછીમારી કે બોટ અવર-જવર પર પ્રતિબંધ

વડોદરા (Vadodara) નો એક 5 વ્યક્તિઓનો પરિવાર સૌ પ્રથમ અંબાજી મંદિર (Ambaji Temple) ખાતે પહોંચ્યું હતું અને ટ્રસ્ટની ઓફિસમાં સલાહકાર સમિતિનો સભ્ય હોવાની ઓળખ આપી વીઆઇપી (VIP) ની રીતે છેક ગર્ભ ગૃહમાં જઈ દર્શન કર્યા હતા. વીઆઇપી ટ્રીટમેન્ટ (VIP Treatment) માં દર્શન કરવા મળતા આ પરિવારને એવો તુક્કો સુઝ્યો કે બસ આજ રીતે ઓળખ આપી ગુજરાત (Gujarat) ના અન્ય ધાર્મિક સ્થળોમાં જઇ દર્શન નો લાભ લેવો. આથી અંબાજી બાદ બહુચરાજી (Bahucharaji) માં 13 જુલાઈના રોજ સાંજે 6.40 કલાકે કર્યા હતા. 

Important Decision: સંભવિત કોરોનાની થર્ડ વેવને પહોંચી વળવા આરોગ્ય વિભાગે લીધો આ મહત્વનો નિર્ણય


દર્શન ત્યારબાદ સુરેન્દ્રનગર (Surendranagar) તેમજ નર્મદામાં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પહોંચતા ભાંડો ફૂટ્યો. અને ત્યાં આ પરિવાર ઝડપાઇ ગયો છે. ત્યારે આ વાત મીડિયામાં પ્રકાશિત થતા બહુચરાજી મંદિર (Bahucharaji Temple) વહીવટી તંત્ર ને જાણ થતાં મુખ્ય આરોપી પ્રમોદલાલ સહિત 5 લોકો સામે ગુનો નોંધાયો છે. આ આરોપીને અંબાજી (Ambaji) બાદ પોલીસ બહુચરાજી પણ લાવી વધુ તપાસ હાથ ધરશે.


યાત્રાધામ બહુચરાજી (Bahucharaji) માં મંદિરના નાયબ વહીવટદાર દ્વારા PMO ઓફિસમાં સલાહકાર સમિતિના મેમ્બર હોવાની ખોટી ઓળખ વડોદરા (Vadodara) ના પ્રમોદલાલ અને અન્ય 5 લોકોએ VIP કલચરમાં છેક મંદિરના ગર્ભગૃહમાં જઈ ગેરકાયદેસર દર્શન કરનાર સામે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 


આ ઈસમોએ અંબાજી, બહુચરાજી, સુરેન્દ્રનગર, ભાવનગર મંદિરો માં ખોટી ઓળખ આપી દર્શન કર્યા હોવાનું સામે આવ્યું છે. છેલ્લે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે પકડાઈ જતા હાલ તેમની ત્યાં ભાવનગર (Bhavnagar) ખાતે અટકાયત કરાઈ છે. આથી તેમને ટ્રાન્સફર વોરન્ટ મુજબ બહુચરાજી પોલીસ સ્ટેશન (Police Station) લાવી વધુ તપાસ હાથ ધરાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube