તલગાજરડા ખાતે 2019-2020ના કવિ પુરસ્કાર મોરારીબાપુના હસ્તે કરાયો અર્પણ
દ્રા સંસ્થા દ્વારા ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે એવોર્ડ્સ અર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2019 અને 2020 ના કવિ પુરસ્કાર કથાકાર મોરારીબાપુના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
નવનીત દલવાડી, ભાવનગર: કાવ્ય મુદ્રા સંસ્થા દ્વારા ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે એવોર્ડ્સ અર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2019 અને 2020 ના કવિ પુરસ્કાર કથાકાર મોરારીબાપુના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
સરસ્વતિ કવિતા રૂપે કવિના હૃદયમાં નર્તન કરે છે. વર્તમાન સમયમાં કોવિડ ને લીધે તલાગજરડા ખાતે યોજાયેલો આ કાર્યક્રમ ભવ્ય નથી પરંતુ દિવ્ય છે. જેથી અમદાવાદ સ્થિત કાવ્ય મુદ્રા સંસ્થા દ્વારા વર્ષ 2019નો વિનોદ ટેવતિયા એવોર્ડ કવિ યજ્ઞેશ દવેને અને વર્ષ 2020નો યુવા કવિ પુરસ્કાર કવિ ભાવેશ ભટ્ટને મોરારિબાપુના હસ્તે ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે આજે એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થા ના સંયોજક હર્ષદ બ્રહ્મભટ્ટ, આર. પી જોષી વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે બાપુએ બન્ને કવિઓનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube