પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં રોંગ સાઈડ ચલાવતા વાહન ચાલકો સામે પોલિસે ઝુંબેશ હાથ ધરી છે. શહેર પોલીસ દ્વારા 80 ટીમો બનાવી કાર્યવાહિ કરવામાં આવી રહી છે. શહેરના રિજન સર્કલ, સેમી સર્કલ તરફથી આવતાં રોંગ સાઈડનાં વાહનો પર કાર્યવાહી કરી રહી છે. પોલીસ દ્વારા લેજર કેમેરાથી રોંગ સાઈડ આવતા વાહન ચાલકોનાં ફોટા પાડી મેમો આપવામાં આવી રહ્યો છે. આ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા RTO ને રિપોર્ટ કરવામાં આવશે. અકસ્માત ઘટાડવા રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો વિરોધ કાર્યવાહી કરાઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિસ્તારોમાં પુર આવશે, 10 ઇંચથી વધુ વરસાદ પડશે, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આભ ફાટ


સુરત શહેરનાં પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોત દ્વારા શહેરીજનો ટ્રાફિકનું નિયમિત પણે પાલન કરે તેના પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં પોલીસ કમિશનરે શહેર ભરમાં ટ્રાફિક સિગ્નલો શરૂ કરી દીધા છે. જ્યારે શહેરીજનો આ સિગ્નલનું પાલન પણ કરી રહ્યા છે. પરંતુ શહેરમાં ક્યાંક રોંગ સાઈડમાં વધુ પ્રમાણમાં વાહન ચાલકો પ્રસાર થતા હોય છે. જેને લઈને અક્સ્માતની ઘટના પણ બનતી હોય છે. ત્યારે શહેર પોલીસ દ્વારા રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા ઝુંબેશ હાથ ધરી છે.


NEET UG પરીક્ષામાં ગેરરીતિ મામલે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, તપાસ CBIને સોંપાઈ 


પોલીસ દ્વારા 80 ટીમો બનાવી રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહિ કરવામાં આવી રહી છે. શહેરના રિજન સર્કલ, સેમી સર્કલ તરફથી આવતાં રોંગ સાઈડનાં વાહનો પર કાર્યવાહી કરી રહી છે. પોલીસ દ્વારા લેજર કેમેરાથી રોંગ સાઈડ આવતા વાહન ચાલકોનાં ફોટા પાડવામાં આવી રહ્યા છે. જ્યારે આ ફોટો થકી રોંગ સાઈડ માં આવતા વાહન ચાલકોને મેમો આપવામાં આવશે. સાથે જ આ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા RTOને રિપોર્ટ કરવામાં આવશે. અકસ્માત ઘટાડવા રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો વિરોધ કાર્યવાહી કરાઈ રહી છે. 


ગુજરાતમાં દારૂ બંધીના ધજાગરા! હવે ગલ્લામાં દારૂનું વેચાણ, ચખના સાથે સ્પેશિયલ વ્યવસ્