Rajkot bageshwar divya darbar: રાજકોટ ખાતે યોજાયેલા બાબા બાગેશ્વરના દરબારનો આજે બીજો દિવસ છે. ત્યારે બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી એક મોટા વિવાદમાં ફસાયા છે. રાજકોટમાં દિવ્ય દરબાર બાદ એક વ્યક્તિએ બાબા બાગેશ્વર વિરુદ્ધ પોલીસમાં અરજી કરી છે. રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીમાં બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ 13 હજારના ફ્રોડની અરજી થઈ છે. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રી પર આરોપ મૂકવામાં આવ્યો છે કે બાબાએ હિપ્નોટાઇઝ કરીને પીડિતના રૂપિયા પડાવી લીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે સાંજે મેઘો અ'વાદને બરાબરનું ધમરોળશે! કડાકા ભડાકા સાથે વરસી શકે છે ધોધમાર વરસાદ


રાજકોટ ખાતે યોજાયેલા બાગેશ્વરધામના દિવ્ય દરબારમાં બાબાએ હિપ્નોટાઇઝ કર્યો હોવાનું ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે. ગઈકાલે (ગુરુવાર) દિવ્ય દરબારમાં જામનગરના ભક્તને શિવ મંદિર બનાવવા રૂપિયા બાબાએ એકત્ર કરી આપ્યા હતા. ત્યારે હેમલ વિઠલાણી નામના વ્યક્તિએ અરજીમાં લખ્યું હતું કે, મને શાસ્ત્રીજીએ હિપ્નોટાઇઝ કરી સ્થાન પરથી ઉભો કરી ખિસ્સામાં જે હોય તે આપી દે કીધું હતું. મારા ખિસ્સામાંથી 13 હજાર રૂપિયા આપી દીધા હતા, હું ડરી ગયો હતો. ત્યારબાદ ઘરે ગયા બાદ મને ખબર પડતાં રાજકોટ પોલીસ કમિશ્વર કચેરીમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ ફ્રોડનો ગુનો દાખલ કરવા માંગ કરી છે. પોલીસ કમિશ્નર કચેરીમાં ઇનવર્ડ અરજી કરવામાં આવી છે.


ગુજરાતમાં સ્થપાશે દેશની પ્રથમ ગીગા ફેક્ટરી, 13 હજાર કરોડનું રોકાણ અને 13 હજાર નોકરીઓ


હેમલ વિઠલાણીએ જણાવ્યુ કે, 'મારા પર વશીકરણ કરવામાં આવ્યું હોય તેવું મને લાગ્યું હતું. અને પૈસા આપ્યા બાદ મને એવું કહેવામા આવ્યું હતું કે દરબાર પત્યા પછી તમને તમારા પૈસા પરત આપી દેવાં આવશે, જ્યારે હું પૈસા પરત લેવા ગયો હતો તો એમ કહેવામા આવ્યું કે એ તમારી ભૂલ છે કે તમારે પૈસા નહોતા આપવા.



ફરિયાદી હેમલ વિઠ્ઠલાણીએ કરેલી અરજી
ફરિયાદી હેમલ વિઠ્ઠલાણીએ કરેલી અરજી આ મુજબ છે જેમાં તેણે જણાવ્યું છે કે, ગત તા.૧૬-૨૦૨૩ ના રોજ રાજકોટ ખાતે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજાયો હતો. જેમાં ધીરુદ્ર શાસ્ત્રી મહારાજ વકતા તરીકે બીરાજમાન હતા. તેમાં શાસ્ત્રીજી શ્રધ્ધાળુને મંચ પર બોલાવીને તેમના પ્રશ્નનો નીકાલ કરતા હતાં. તે સમયે એક જામનગરના શ્રધ્ધાળુને મંદિર બનાવવા માટે પૈસાનો જરૂર શાસ્ત્રીજીને જણાય તે અસ્સામાં શાસ્ત્રીજી દ્વારા શ્રધ્ધાળુ પાસેથી પૈસા આપવા આદેશ કર્યો તે સમયે શાસ્ત્રીજીએ મને હીપ્ટોનાઇસ કરીને મારા સ્થાનેથી બોલાવવામાં ખીસ્સું ખાલી કરવાનું કીધું. તે સંદર્ભે હું ડરીને મારા ખીસ્સામાંથી રૂપિયા ૧૩,૦૦૦/- પુરા એમને આપી દીધા હતા. મને એમ હતું કે દરબાર પછી મને બોલાવીને રૂપિયા પરત આપી દેશે પણ આવું થયુ ન હતું અને હું ડરી ગયો હતો, કે જો હું મારું ખીસ્સુ ખાલી ન કરું તો બાબા ચમત્કાર કરીને મારી ઉપર કોઈ દિવ્ય શક્તિથી વસમાં કરી લેશે. મારી નમ્ર અરજ છે કે આવો ક્રોડ બીજા કોઇ શ્રધ્ધાળુ સાથે ન થાય તેને ધ્યાનમાં લઇને યોગ્ય કાર્યવાહી કરે. અને મેં આપેલા રૂપીયા મને પાછા મળી રહે. એવી મારી સરકારને નમ્ર અરજ છે.


પાટીલ દોઢે વાગે તો રૂપાણીએ રાતે 11 વાગે લગાવી અરજી, નેતાઓ અને કરોડપતિઓએ લાઈનો લગાવી.



ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ આયોજકો તરફથી આરોપોને ફગાવી દેવામાં આવ્યા હતા. અને બાબાને બદનામ કરવાનું એક કાવતરું માત્ર છે તમે કહેવામા આવ્યું હતું. પત્રકારોને સંબોધતા ભક્તિ સ્વામી કહે છે કે 'બાબા બાગેશ્વર એ અમારા સનાતન ધર્મનો સુપર હીરો છે. અને બાબા પર લગાવેલા તમામ આરોપો ખોટા છે.'