પ્રદીપસિંહ અચાનક ગુમ થતા પોલીસ સહિત તંત્ર દોડતું થયું, પત્નીનાં વગદાર વ્યક્તિ પર આરોપ
પોલીસ તંત્ર દ્વારા ફરિયાદ લઇને નહી પરંતુ માત્ર અરજીનાં આધારે શોધખોળ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ : નસવાડીના બરોલી પંચાયતનાં તલાટી કમ મંત્રી પ્રદીપસિંહ સોલંકી ગુમ થતા તંત્ર દોડતું થયું છે. તલાટીમંત્રી ગુમ થયા બાદ પત્નીએ વગદાર વ્યક્તિ પર આરોપો લગાવતા પોલીસ દોડતી થઇ છે. સવારે નોકરી પર જવાનું કહીને નિકળ્યા બાદ મોડી રાત્રે ઘરે પરત નહી થતા તંત્ર દોડતું થયું છે. તલાટીનાં પત્નીએ વગદાર વ્યક્તિ પર આરોપ લગાવ્યો છે. તલાટીનાં પત્ની અનુસાર વગદાર વ્યક્તિ દ્વારા વારંવાર ધમકી અને ટોર્ચર કરવામાં આવતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
ગાંધીનગરમાં કરણીસેનાનું શક્તિપ્રદર્શન, મામલતદારે સ્થળે પહોંચી આવેદન સ્વિકાર્યું
કામ બાબતે તેઓ સતત ટેન્શમાં રહેવાનાં કારણે પારિવારીક જીવન પણ ખોરંભે ચડ્યો હોવાનો આરોપ પત્ની દ્વારા લગાવવામાં આવ્યો હતો. તલાટીનાં પત્નીએ નસવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા. જો કે હજી સુધી પોલીસે અરજી લઇને શોધખોળ ચાલુ કરી હતી. પોલીસ દ્વારા મોબાઇલ લોકેશનનાં આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે તલાટી કમ મંત્રી ગુમ થવાનાં કારણે પોલીસ સહિતનું તંત્ર દોડતું થયું છે.જો કે આ લખાય છે ત્યાં સુધીમાં ફરિયાદ દાખલ થઇ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube