રક્ષીત પંડ્યા/રાજકોટ: શહેરનાં ફૂલછાબ ચોકમાં ખોડીયાર હોટલમાં તોડફોડ કરનાર સદામ કટારીયા નામનાં આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું હતું. ગઇકાલે આરોપી સદામ હુસેન કટારીયા અને તેનાં ચાર જેટલા સાગ્રીતોએ બપોરનાં સમયે ખોડીયાર હોટલે આવીને તલવાર, છરી અને કાચની બોટલોનાં ઘા કરીને તોડફોડ કરી હતી. પોલીસનાં કહેવા મુજબ, આરોપી સદામ કટારીયા ગઇકાલે સવારે ચા પીવા માટે આવ્યો હતો ત્યારે નાસ્તાનાં રૂપીયા આપવા બાબતે હોટલનાં સંચાલક સાથે માથાકુટ થઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત : દીકરાના વિરહમાં માતાપિતાની આત્મહત્યા, મરતા પહેલા પુત્રને Facebook પર આપી હતી શ્રદ્ધાંજલિ
જો કે જે તે સમયે સદામ કાંઇ બોલ્યા વગર ચાલ્યો ગયો હતો. પરંતુ આ માથાકુટનો ખાર રાખીને આરોપીએ તેનાં સાગરીતો સાથે મળીને હુમલો કર્યો હતો. જોકે ગણતરીની કલાકોમાં જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપી સદામ હનીફ કટારીયાની ધરપકડ કરી હતી. મહત્વનું છે કે, રાજકોટ શહેરમાં છેલ્લા ઘણાં સમય થી લુખ્ખા ત્તત્વો બેફામ બન્યા છે. ત્યારે આજે આરોપી સદામનું પોલીસે સરઘસ કાઢીને આગવી ઢબે સરભરા કરતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા.
બાયડ બેઠકનું ગણિત : કોંગ્રેસની પરંપરાગત બેઠકને ધવલસિંહ ઝાલા ભાજપની ઝોળીમાં નાખી શકશે ખરા?


જાણીતા ગુજરાતી અભિનેતા ફિરોઝ ઈરાનીના નિધનની અફવા ફેલાઈ, કર્યો આ ખુલાસો
આરોપી સદ્દામ પોતાનાં મળતીયાઓ સાથે આવીને અચાનક કાચની બોટલો સાથે હુમલો કર્યો હતો. અચાનક હુમલો થવાના કારણે કોઇ કાંઇ સમજી શક્યા નહોતા. જો કે હુમલો કર્યા બાદ તમામ સાગરીતો સાથે સદ્દામ નાસીછુટ્યો હતો. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે સદ્દામને કલાકોમાં ઝડપી લીધો હતો. વિસ્તારમાંથી તેનો ખોફ દુર કરવા માટે પોલીસે તેનું સરઘસ કાઢ્યુંહ તું. આ ઉપરાંત જે હોટલ પર હુમલો કર્યો હતો તે હોટલનાં માલિક પાસે માફી પણ મંગાવી હતી.