જાણીતા ગુજરાતી અભિનેતા ફિરોઝ ઈરાનીના નિધનની અફવા ફેલાઈ, કર્યો આ ખુલાસો

ગુજરાતી ભાષાની ફિલ્મોમાં ખલનાયક તરીકે ફેમસ થયેલા એક્ટર ફિરોઝ ઈરાની (Firoz Irani) નું આજે દુખદ નિધન થયું છે તેવા સમાચાર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ (Gujarati Films) માં વાયુવેગે ફેલાઈ ગયા હતા. જોકે, આ એક અફવા નીકળી હતી. પીઢ એક્ટર ફિરોઝ ઈરાનીએ સોશિયલ મીડિયા પર આ મામલે ખુલાસો કર્યો હતો કે, તેમના નિધનના સમાચાર એક અફવા છે. તેઓ એકદમ સ્વસ્થ છે.

Updated: Oct 18, 2019, 02:29 PM IST
જાણીતા ગુજરાતી અભિનેતા ફિરોઝ ઈરાનીના નિધનની અફવા ફેલાઈ, કર્યો આ ખુલાસો

અમદાવાદ :ગુજરાતી ભાષાની ફિલ્મોમાં ખલનાયક તરીકે ફેમસ થયેલા એક્ટર ફિરોઝ ઈરાની (Firoz Irani) નું આજે દુખદ નિધન થયું છે તેવા સમાચાર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ (Gujarati Films) માં વાયુવેગે ફેલાઈ ગયા હતા. જોકે, આ એક અફવા નીકળી હતી. પીઢ એક્ટર ફિરોઝ ઈરાનીએ સોશિયલ મીડિયા પર આ મામલે ખુલાસો કર્યો હતો કે, તેમના નિધનના સમાચાર એક અફવા છે. તેઓ એકદમ સ્વસ્થ છે.

પિરસાયેલી થાળીમાં જીવાત ફરતી દેખાઈ!!! હોટલવાળાએ કહ્યું-મામલો રફેદફે કરો

એક્ટરે કરવો પડ્યો ખુલાસો
ફેસબુક પર ખુલાસો કરતા ફિરોઝ ઈરાનીનો એક વીડિયો પોસ્ટ કરાયો છે. જેમાં તેમણે જણાવ્યું કે, મારા ફેન વર્ગને મારે જણાવવુ છે કે હું સાવ હેમખેમ છું અને એકદમ મજામાં છું. મારા વિશે આ અફવા ખોટી ફેલાવવામાં આવી છે. જેણે પણ નેગિટિવ પબ્લિસિટી કરી છે તેનું જે થશે એ બધા જોઈ લેશે. મારી ફિલ્મ મિસ્ટર કલાકાર હવે રિલીઝ થવાની છે. એને લઈને કોઈએ નેગેટિવ પબ્લિસિટી કરી હોય તેવું મને લાગે છે. તમારા બધાનો આભાર. હું એકદમ મજામા છું. 

ખેરાલુ બેઠકનું ગણિત : વર્ચસ્વ ઠાકોરોનું, બંને ઉમેદવાર પણ ઠાકોર, નિર્ણય હવે પ્રજા પર... 

ઉલ્લેખનીય છે કે, ઢોલિવુડ (Dhollywood) ને જીવંત રાખવામાં ફિરોઝ ઈરાનીનો મોટો ફાળો રહ્યો છે. ગુજરાતી ફિલ્મો (Gujarati Films) માં તેઓ એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યસર, રાઈટર વગેરે રહી ચૂક્યા હતા. ભલે ખલનાયકના પાત્ર ભજવ્યા હતા, પણ ફિરોઝ ઈરાનીએ ગુજરાતી દર્શકોના દિલમાં આગવી છાપ બનાવી હતી. એક સમય એવો હતો કે, ગુજરાતી ફિલ્મોમાં વિલનનું નામ આવે એટલે તરત ફિરોઝ ઈરાનીનો ચહેરો નજર સામે આવી જાય. ઉલ્લેખનીય છે કે, બોલિવુડ તથા ગુજરાતી ફિલ્મ જગતની ફેમસ એક્ટ્રેસ અરુણા ઈરાની (Aruna Irani) તેમના બહેન છે. ગુજરાતી ફિલ્મો ઉપરાંત ગુજરાતી સીરિયલોમાં પણ તેમણે કામ કર્યું છે. એટલું જ નહિ, અનેક હિન્દી ફિલ્મોમાં પણ રોલ કર્યા છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :