પ્રશાંત ઢીવરે, સુરતઃ સુરતમાં ડ્રગ્સ બાદ આરોપીઓ દારૂની હેરાફેરા કરવા માટે અનેક નવા કિમીયા આજમાવતા હોય છે...જો કે હાલમાં સુરત પોલીસે વેશ બદલીને દારૂની હેરાફેરી કરતી ગેંગને ઝડપી પાડી છે...આ ગેંગના આરોપીઓ કિન્નરનો વેશ ધારણ કરી જિલ્લામાં દારૂનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે.. પોલીસે આ મામલે કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ કેવી રીતે જિલ્લામાં દારૂનું વેચાણ કરતા હતા, તેઓ કેવી રીતે પોલીસ પકડમાં આવ્યા, જોઈએ આ અહેવાલમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જી હા, તમે ઠીક સાંભળ્યું...ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવવા માટે આરોપીઓ અનેક પ્રકારના કીમિયા આજમાવતા હોય છે...જો કે સુરત પોલીસે નાનપુરા વિસ્તારમાંથી ઝડપેલા આરોપીઓની હિમ્મત જોઈને તમે પણ ચોંકી જશો...આ આરોપીઓને જોઈને તમને લાગશે કે પોલીસે કિન્નરોને કેમ ઝડપ્યા...જો કે હકીકત એ છે કે પોલીસે કિન્નરોનો વેશ ધારણ કરી દારૂનું વેચાણ કરતા આરોપીઓને જ ઝડપી પાડ્યા છે...આ આરોપીઓ જોઈને તમને પણ થશે કે દારૂ વેચવા માટે આરોપીઓ કોઈ પણ હદ સુધી જઈ શકે છે.


આ પણ વાંચોઃ ફાયર સેફ્ટી વગર અમદાવાદમાં ધમધમી રહી છે આ શાળાઓ, ચેકિંગના નામે અહીં માત્ર તાયફાઓ


પોલીસે ઝડપેલા આરોપીઓના નામ છે અભય તીર્થરાજ સિંહ, કિન્નરનો વેશ ધારણ કરનાર જેનીશ ભાવનગરી, અકબર અહેસાન શેખ તેમજ મોપેડ લઈને દારૂ લેવા આવેલા પ્રશાંત કહાર અને ગુંજન કહાર.


પોલીસની પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે કોઈને શંકા ન જાય તેમજ કોઈ કંઈ પૂછે નહીં તે માટે તેમણે કિન્નરનો વેશ ધારણ કર્યો હતો...કિન્નરના વેશમાં આરોપીઓ જાહેરમાં બિન્દાસ રીતે દારૂના જથ્થાની હેરાફેરી કરતા હતા...હાલ તો પોલીસે 3.15 લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલી દારૂનું વેચાણ કર્યું, કોને કર્યું, તે દિશામાં તપાસ હાથ ધરી છે.