મૌલિક ધામેચા/ અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ ઘરફોડ ચોરી કરતા આરોપીઓની મોટેરા આશ્રમ પાસેથી ઝડપી લીધા છે. આ ત્રણેય આરોપીઓ માંથી મુખ્ય આરોપી સતપાલસિંગ ચોરી કરવા ફ્લાઇટમાં આવતો હતો. અને ચોરીને અંજામ આપ્યા બાદ ફ્લાઇટમાં હરિયાણા જતો રહેતો હતો. સતપાલસીંગ વર્ષો અગાઉ ભારતીય ફોજમાં નોકરી કરતો હોવાનું પોલીસ તપાસમાં પણ સામે આવ્યું છે. હાલ આ ત્રણેય આરોપીઓ પાસેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 19 લાખ જેટલો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને 35 થી વધુ ઘરફોડ ચોરીને અંજામ આપ્યા હોવાની વિગત સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિયાણા ગેંગનો મુખ્ય સાગરીત સતપાલ સીંગ જે મૂળ હરિયાણાનો રહેવાસી છે તે ચોરીને અંજામ આપવા માટે જે તે રાજ્યોમાં અવરજવર પ્લેનમાં કરતો હોવાનું સામે આવ્યું છે. બાકીના બે આરોપીઓ ચોરીને અંજામ આપતા પહેલા સ્થળની રેકી કરી લેતા હતા અને ઘટનાને અંજામ આપતી વખતે સતપાલસિંગ ચોરી કરતો અને અન્ય બે આરોપીઓ વોચમાં રહેતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપનારા આ ત્રણેય શખ્શો માંથી મુખ્ય વ્યક્તિ સતપાલસીંગ ઉર્ફે ફોજી તરીકે ઓળખાય છે. આ આરોપી ભૂતકાળમાં ઇન્ડિયન આર્મીમાં કોન્સ્ટેબલ કક્ષાની ફરજ બજાવતો હોવાની વાત સામે આવી છે.


આગાઉ આ આરોપી વર્ષ 2016 ની સાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં આવી ચુક્યો છે વર્ષ 2016માં પણ આરોપી ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઈ ગયો હતો. જેમાં 23 જેટલી ઘરફોડ ચોરીની કબૂલાત સતપાલસીંગ ઉર્ફે ફોજીએ કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાલ તો આરોપીઓ પાસેથી ચોરીનો 19 લાખનો મુદ્દામાલ  કબજે કરી ધરપકડ કરી લીધી છે. 


હાલ આ ત્રણેય આરોપીઓ સાથે અન્ય કોઈ બહારના રાજ્યની ગેંગ સંડોવાયેલી છે તે દિશામાં હાલ પોલીસ તપાસ શરુ કરી છે. તેનું એક ચોક્કસ કારણ એ પણ છે કે આ ગેંગે અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ઘરફોડ ચોરીઓ તો કરી જ છે. પરંતુ રાજ્ય બિહાર ,મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ હત્યા ગંભીર ગુનાઓ આચરી ચુક્યા છે.