મૌલિક ધામેચા / અમદાવાદઃ વિશ્વની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ ઉભી કર્યા બાદ અનેક વિવાદો સામે આવ્યા છે. તાજેતરમાં કોરોના પોઝીટીવ પેશન્ટના મોત બાદ દાગીના ગાયબ થઈ જવાનો કિસ્સો પણ સામે આવ્યો હતો. કોરોનાને પગલે સારવાર માટે PPE કીટનો ઉપયોગ કોવિડ હોસ્પિટલમા થતો હોય છે. પણ સિવિલની કોવિડ હોસ્પિટલમાં PPE કીટ પહેરીને  ડેડ બોડી ઉપરથી ઘરેણા અને રોકડની ચોરી કરતા 2 આરોપી ને શાહીબાગ પોલીસે ઝડપી પાડયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના સમયમાં અનેક સેવભાવી લોકો આગળ આવીને લોકોને મદદ કરે છે. પણ આ કોરોના કાળ કેટલીક જગ્યાએ માનવ નહિ પણ માનવતાને પણ મારી રહ્યો છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં માનવ જગતને શર્મશાર કરતા કિસ્સો સામે આવ્યા હતો. છેલ્લા એક અઠવાડિયામાં  શહેરના રખિયાલ અમરાઈવાડી અને દરિયાપુર વિસ્તારમાંથી 3 અલગ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં આવેલ 1200 બેડ અને કેન્સર હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. પરંતુ સારવાર દરમ્યાન આ 3 એ દર્દીના મોત થયા હતા. 


પરિવાર ને ડેડ બોડી સોંપતા  મૃતકના  શરીર પર રહેલ સોનાની  બુટી, સોનાની વીટી, સોનાની રીગ સહિતના સોના ઘરેણા અને મોબાઈલ ફોનની ચોરી થયી હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારે શાહીબાગ પોલીસ પણ આ આરોપીને પકડવા કામે લાગી હતી અને ગુના ને અંજામ આપનાર અમિત શર્મા રાજ પટેલ નામના બે આરોપીની  શાહીબાગ પોલીસે  ધરપકડ કરી છે.


અમદાવાદ કોરોનાના બ્લેકહોલ જેવુ બન્યું, શનિવારે વધુ 277 કેસ નોંધાયા 


કોરોના કાળમાં કમાણી માટે  ડેડબોડીનો ઉપયોગ કરનાર આરોપી અમિત શર્મા સિવિલ હોસ્પિટલમાં  સફાઈ કામદાર હતો. રાજ પટેલ પણ કોન્ટ્રક્ટ પર કામ કરતો હતો. જોકે બન્નેને થોડા દિવસ પહેલા છુટા કર્યા હોવા છતાં  ચોરી કરવા માટે કોરોના વોર્ડમાં PPE કીટ પહેરીને ડેડબોડીને સેનેટાઈઝ કરવા કરતાં કરતાં ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓને કોઈ પૂછપરછ કરે તો જૂનું આઈકાર્ડ બતાવી દેતા અને ડેડ બોડી લઇ જવાનું કામ કરતા હોવાનું રટણ કરતા  જેથી કોઈ શક ના જાય અને સરળતાથી ચોરીને અંજામ આપી શકે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર