માતા-પિતા મજૂરીએ ગયા અને બાળકનું થયું અપહરણ, પોલીસ 2 આરોપીની કરી ધરપકડ
ગાંધીનગર પોલીસે બાળકના અપહરણ મામલે બે આરોપીની ધરપકડ કરી છે. સંતાન વિહોણા રાજસ્થાનના બાંસવાડાના પતિ પત્નીએ બાળકનું ગત પાંચ જૂનના રોજ ગાંધીનગરના ઝૂંડાલથી અપહરણ કર્યું હતું
હિતલ પારેખ/ ગાંધીનગર: ગાંધીનગર પોલીસે બાળકના અપહરણ મામલે બે આરોપીની ધરપકડ કરી છે. સંતાન વિહોણા રાજસ્થાનના બાંસવાડાના પતિ પત્નીએ બાળકનું ગત પાંચ જૂનના રોજ ગાંધીનગરના ઝૂંડાલથી અપહરણ કર્યું હતું. પાલીસે સાડા પાંચસો સિસિટીવી તપાસ્યા બાદ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો બાળકનું છ માસમાં જ બીજી વખત અપહરણ થયું હતું જેને પોલીસે ગણતરીના દિવસોમાં જ શોધી કાઢ્યું છે.
બાળકનું ગત એપ્રિલ માસમાં ગાંધીનગરની સિવિલ હોસ્પિટલથી અપહરણ થયું હતું. જેને ગાંધીનગર પોલીસે નવ દિવસમાં શોધી તેના માતા પિતાને સોંપ્યું હતું. ફરી એકવાર આ જ બાળકનું અપહરણ ગાંધીનગર જિલ્લાના ઝૂંડાલ ખાતેથી કરવામા આવ્યું હતું જેને શોધી કાઢવામા ગાંધીનગર પોલીસને સફળતા મળી છે. ગત પાંચ જૂનના રોજ બાળકનું તેના માતા-પિતા મંજૂરી કરી રહ્યા હતા. ત્યારે અપહરણ કરવામા આવ્યું હતું.
આ પણ વાંચો:- ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાની તારીખ કરી જાહેર, અમદાવાદ અને ગાંધીનગરમાં સેન્ટર ફાળવાયા
ગાંધીનગર પોલીસને ફરિયાદ મળતા જ પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. જેમાં પહેલા ટીમને ટેક્નિકલ સર્વેલન્સમાં નિષ્ફળતા હાથ લાગી હતી. પરંતુ ત્યારબાદ ત્રણ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા સાડા પાંચસોથી વધુ સિસિટીવી ખંગાળ્યા બાદ આરપી દંપત્તિ નજરે ચઢ્યું હતું જેની તપાસમાં પોલીસે રાજસ્થાનના બાંસવાડા પોહોંચી આરોપી પતિ પત્નીને ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચો:- વિદેશી વિદ્યાર્થીઓમાં અભ્યાસ માટે ગુજરાત મુખ્ય, કોરોના મહામારી વચ્ચે પણ સંખ્યામાં વધારો
પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી પતિ પત્નીના આ બીજા લગ્ન છે અને તેમને સંતાન ન હોવાથી તેમણે બાળકનું અપહરણ કર્યું હતું. અપહરણ કરી તેઓ તેમના બાઈક પર જ રાજસ્થાન પોહોંચ્યા હતા. જ્યાંથી તેમને પોલીસે ઝડપી પાડ્યા છે. બાળકનું બીજી વખત અપહરણ થતા બાળકના માતા-પિતાની પણ તપાસ કરવામા આવી હતી જેમાં તેઓ નિર્દોશ હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો:- લગ્નના બે મહિના બાદ લૂંટ ચલાવી લૂંટેરી દુલ્હન ફરાર, સરથાણા પોલીસે મહિલાની કરી ધરપકડ
ગાંધીનગર પોલીસે અગાઉ બાળકને અપહણ કરનાર દંપત્તિ પાસેથી છોડાવ્યું હતું અને હેમખેમ મતા પિતાને સોંપ્યું હતું. ત્યારે ફરી એકવાર ગાંધીનગર પોલીસને આપહત્ય બાળકને છોડાવવામાં સફળતા મળી છે. બાળકના માતા-પિતા અને પોલીસ બન્નેએ રાહતના શ્વાસ લીધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube